Rajkot,તા.13
રાજકોટ શહેરમાં જીવલેણ વાહન અકસ્માતો ના બનાવો નિરંતર નોંધાઈ રહ્યા છે અને મહામુલી માનવ જિંદગીઓ અકસ્માતના ખપરમાં મોમાઈ રહી છે કોઠારીયા નગર ગોકુલ નગરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા એસટીના કંડકટર નું સ્કૂટર અને બાઇકની ટક્કર બાદ ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યાનો બનાવ પોલીસ તપતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાયત્રી નગર મેઇન રોડ પર સ્કૂટર લઈને જઈ રહેલા કોઠારીયા રોડ ગોકુલ નગરમાં રહેતા નિવૃત્ત એસટી કંડકટર માણેકલાલભાઈ મોહનલાલ ભડીયાદરા ૭૭ નું સ્કૂટર ગાયત્રી મેઇન રોડ પર સામેથી આવતી બાઈક સાથે ધડાકાભેર અથડાય પડી હતી, જમીન ઉપર ભટકાયેલા માણેકલાલ ઘટના સ્થળે બેભાન થઈ ગયા હતા અને બેભાન અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, ઘેરથી કામસબબનીકળેલા માણેક લાલભાઈ અકસ્માતમાં ગવાઈને હોસ્પિટલમાં ગયા બાદ ઘેર પહોંચ્યા ન હતા કંડકટરની નોકરી બાદ નિવૃત જીવન જીવતા માણેકલાલભાઈ નું અચાનક અકસ્માતે મોત નીપજતા પરિવાર પર આભ ફાટી પાડ્યુંવી હતું અને હોસ્પિટલમાં કરુણ કલ્પાંત્ મચાવી દીધું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે