એલસીબીએ દરોડો પાડી રૂપિયા 76 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
Gondal તા.31
રાજકોટ પોરબંદર ધોરી માર્ગ પર આવેલા ગોંડલ શહેરની આશાપુરા ચોકડી નજીક મામાદેવના મંદિર પાસેથી કેશોદ તાલુકાના મેસવાણ ગામના વિક્રમ ઉર્ફે ઈટલી મકકાને 11 ફોન સાથે એલસીબી ઉઠાવી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વલઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડા હિમકરસિંહએ આપેલી સૂચનાને પગલે એલસીબીના પી.આઈ વી વી વડોદરા, પી એસ આઈ એચ સી ગોહિલ અને પેરોલ ફરલો ના પી.એસ.આઇ.આર.બી બલદાણીયા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ત્યારે કેશોદ તાલુકાના મેસવાણ ગામનો વિક્રમ ઉર્ફે ઈટલી મનુ મક્કા નામનો રાજકોટ પોરબંદર હાઇવે ઉપર આવેલા ગોંડલ આશાપુરા ચોકડી નજીક મામાદેવના મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી ,ઇન્દ્રસિંહ જાડેજા, નવસાદભાઈ ચૌહાણ, જયવીરસિંહ રાણા , હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી અને ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડ પાડી વિક્રમ ઉર્ફ ઈટલીની અટકાયત કરી તેની તલાસી લેતા તેના કબજા માંથી 11 મોબાઈલ મળી આવતા તેણે ચોરી કે છલ કપટથી મેળવવાની કબુલાત આપતા તેની ધરપકડ કરી 76 હજારનો મુદ્દામાન કબજે કર્યો છે.