રાજકોટ, જુનાગઢ અને ધોરાજીથી ટુ- વ્હીલર ચોર્યા ની કબુલાત, રૂપિયા 60 હજારનો મુદ્દામાલ કબજે
Dhoraji,તા.01
જામનગર શહેરના જુનાગઢ રોડ પર ચોરાઉ બાઈક સાથે જુનાગઢના વડાલ ના શખ્સને ઝડપી લઇ રાજકોટ, જુનાગઢ અને ધોરાજી ખાતે મળી 4 બાઈક ચોરી કર્યા હોવાની કબુલાત આપતા પોલીસે રૂપિયા 60,000 ની કિંમત ના ચાર બાઇક કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકાવવા ને અને વલ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડાએ હિમકરસિંહ એ આપેલી સુચનાને પગલે ધોરાજી સીટી ઈનચાર્જ પીઆઈ એલ.આર.ગોહિલ સહિતના સ્ટાફ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.ત્યારે જુનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતો રાજવંદ વીરદાસ વાઘેલા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ વી કે ગોહિલ સહિતના સ્ટાફે ધોરાજી રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ રાજવંત વાઘેલાને અટકાવી બાઈક નંબર પોકેટ એપમાં સર્ચ કરતા ભાઈ ચોરાવ હોવાનું ખૂલતા પોલીસે અટકાયત કરી આખરી પૂછપરછ કરતા તેણે રાજકોટ શહેર ના રામનાથ વરસ સ્મશાન પાસેથી એક માસ પૂર્વે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના પાર્કિંગમાંથી બે બાઈક અને જેતપુરના ધોરાજી રોડ પર મળી ચાર બાઈક ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે ચારે બાઈક મળી રૂપિયા 60,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ રાજવંશ વાઘેલા હેન્ડલ લોક વગરના, અવાવરૂ જગ્યા પર પડેલા અને લોકોની ઓછી અવર જવર હોય તેવા સ્થળોએ સોકેટ ખોલી ડાયરેક્ટ કરી બાઈકની ચોરી કરતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.