Surendaranagar, તા.17
લીંબડી છેતરપિંડી કરવા માટેનું એપી સેન્ટર બની ગયું હોય એવું લાગે છે. છેલ્લા 1 મહિનામાં સસ્તા ભાવે ડોલર ખરીદવાની લાલચમાં અમદાવાદ અને પ્રાંતિજના 2 લોકોએ 16 લાખ ગુમાવ્યા છે.
જોકે આ વખતે છેતરપિંડી કરનારા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે હવે જોવાનું રહ્યું કે પોલીસ આ ગઠિયા ગેંગને ક્યારે અને કેવી રીતે પકડે છે. અમદાવાદ બીઆરટીએસ બસના ચાલક સુરેશ રાવે સસ્તા ભાવે ડોલર ખરીદવાની લાલચમાં લીંબડી બસ સ્ટેન્ડ પાસે રૂ.10 લાખ ગુમાવ્યાની ફરિયાદની શાહી સુકાઈ નથી ત્યાં તો પ્રાંતિજના વ્યક્તિ સાથે લીંબડીના એજ લોકેશનમાં છેતરપિંડીનો બીજો બનાવ સામે આવ્યો છે. બન્ને બનાવોમાં સરખી મોડેશ ઓપરેન્ડી અપનાવી હોય એવું લાગી રહ્યું છે. છેતરપિંડી કરનાર ગેંગે લીંબડીને હોટસ્પોટ બનાવી લીધું છે.
આ વખતે છેતરપિંડીનો ભોગ બનનારના ભાઈએ નામ નહીં આપવાની શરતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં સસ્તા ભાવે ડોલર આપવાની વાત કરી કાળુ ઉર્ફે જીતુ નામનો વ્યક્તિ મારા કૌટુંબિક ભાઈનો સંપર્ક કર્યો હતો. મારા ભાઈએ એને પ્રાંતિજ આવી ડોલર આપી જવા કહ્યું પરંતુ તે માન્યો નહીં!
એને ભાઈને લીંબડી બોલાવ્યો, મારા બન્ને ભાઈઓલીંબડી આવ્યા ત્યારે એકઅજાણ્યો યુવક 100 ડોલરનીનોટ આપી ગયો હતો. 100ડોલરની નોટ અસલી હોવાથીઅમને વિશ્વાસ બેઠો કે સસ્તાભાવે ડોલર મળશે ખરાં! 4દિવસ પહેલાં મારા ભાઈઓરૂ.6 લાખના ડોલર લેવા માટે લીંબડી આવ્યા હતા.
બસસ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારેફરી અજાણ્યો યુવક આવ્યો,તેને થેલીમાં રાખેલા 100-100ડોલરના 2 બંડલ દેખાડ્યાએટલે ભાઈએ એને રૂ.6 લાખઆપ્યા! થેલી પકડાવી યુવકચાલવા લાગ્યો, ભાઈએ થેલીમાંજોયું તો 100 ડોલરની બદલેફક્ત 1 ડોલરના 2 બંડલ હતા.ભાઈએ પીછો કર્યો પણ યુવકબાઈકમાં બેસીને ભાગી ગયોહતો.
તાત્કાલિક લીંબડી પોલીસમથકે દોડી ગયા અને બનાવઅંગે પોલીસ મથકે અરજીદાખલ કરાવી હતી. પોલીસેસીસીટીવી ફૂટેજ લીધા જેમાંબન્ને ગઠિયા બાઈક લઈનેજતા નજરે ચડ્યા છે.પહેલીવાર જે શખસ 100ડોલરની નોટ આપી ગયો હતોએને મારાભાઈએ ફોટો પાડી લીધો હતો.