Morbi,તા.13
માળિયા (મી.) માં યુવાને બાકી નીકળતા પૈસા માંગતા સારું નહિ લાગતા એક ઇસમેં છરી વડે છરકો કરી ઈજા પહોંચાડી હતી બનાવ મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
માળિયાના રહેવાસી અલાયા કરીમભાઈ ભટ્ટી નામના યુવાને આરોપી સમીર હુશેન જેડા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે અલાયાને આરોપી સમીર પાસેથી બાકી નીકળતા પૈસા માંગતા આરોપીને સારું લાગ્યું ના હતું જેથી યુવાન સાથે ઝઘડો કર્યો હતો અને પેન્ટના નેફામાંથી છરી કાઢી ડોકના ભાગે છરકો કરી અને હાથના બાવળાના ભાગે ઈજા કરી હતી માળિયા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે