Surendaranagar તા.25
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે આંબેડકરનગર-3 વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૃનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી.
જેમાં રહેણાંક મકાનમાંથી રામજીભાઈ મુળજીભાઈ ચાવડાને 1515 લીટર દેશી દારૃ કિંમત રૃા.3,000 તેમજ ઈંગ્લીશ દારૃની નાની-મોટી બોટલ અને બીયર ટીન નંગ-207 કિંમત રૃા.70,100 સહિત કુલ રૃા.73,100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને થાન પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.