ગોલ્ડન એક્સચેન્જ નામની આઈડી આપનાર જયેશ ઉર્ફે ચીકો સીદપરા ની શોધખોળ
Rajkot,તા.04
શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા વાણિયાવાડી મેઇન રોડ જલારામ ડાઇનિંગ હોલ નજીક આઇપીએલ મેચ પર મોબાઈલ ફોનમાં રન ફેર નો જુગાર રમી અને રમાડતા કોઠારીયા ગામનો અશ્વિન કીયાડાને ઝડપી લઇ રૂપિયા 80,000 નો મુદ્દામાલ કબજે કરી ત્યારે આઈડી આપનાર જયેશ ચીકો સિધ્ધપરા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. Ipl ટુર્નામેન્ટમાં પ્રારંભ સાથે બુકીઓ ક્રિકેટ મેચ પર રનફેરનો હારજીત નો જુગાર રમાડતા હોવાni પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને મળેલી માહિતીના આધારે ઓનલાઈન ક્રિકેટ સટોડીયા સામે કડક હાથે ડામી દેવા આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શહેરના કોઠારીયા ગામ બસ સ્ટેશનની બાજુમાં રહેતો અશ્વિન જીવરાજ કિયાડા નામનો ભક્તિનગર વિસ્તારમાં આવેલ વાણીયાવાડી મેઇન રોડ જલારામ ડાઇનિંગ હોલ પાસે મોબાઇલમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે 20 – ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર રનફેરના સોદા કરી જુગાર રમાડતો હોવાની દિપકભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી ,ઉમેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી અશ્વિન કીયાડાને મોબાઈલમાં સોદા કરતો રંગે હાથે ઝડપી લીધો હતો પોલીસે મોબાઈલ ચેક કરતા જેમાં ગોલ્ડન એક્સચેન્જ નામની આઈડી માં સોદા કરતા હોવાનું ખુલતા પોલીસે અશ્વિન જીવરાજ કિયાડા ની પૂછપરછ કરતા આઇડી જયેશ ઉર્ફે ચીકો સિદપરાની નામના શખ્સ પાસેથી મેળવી અને આર્થિક ના ક્રિકેટના સોદા કરતા હોવાની કબુલાત આપતા પોલીસે ૮૦ હજારનું મુદ્દામાલ કબજે કરી નાસી ફૂટેલા જયેશ ઉર્ફે ચીકો સિદપરાની શોધખોટ હાથ ધરી છે