Morbi,તા.19
ખાખરેચી ગામના સ્વામીનગર સોસાયટી જતા રસ્તા પરથી પોલીસે જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને રૂ ૨૪૦૦ ની રોકડ જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ માળિયા પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામે રેડ કરી હતી જ્યાં આરોપી તેજશ ઉર્ફે પીન્ટુ નરશી લાંધણોજાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૨૪૦૦ જપ્ત કરી માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે