Morbi,તા.27
અમરસર ગામે પરિણીતા તેના દીયરને ઈજા પહોંચી હોવાથી સાસુ સાથે દિયરને જોવા આવી હતી જે સારું નહિ લાગતા એક ઇસમેં માથાકૂટ કરી ઝઘડો કરી લોખંડ પાઈપ વડે માર મારી સાસુ અને વહુ તેમજ દીકરીને ઈજા પહોંચાડી હતી
રાજકોટના રામનાથપરામાં રહેતા સોનલબેન રમેશભાઈ ધંધુકીયાએ આરોપી મુકેશ વેરશી સીતાપરા રહે અમરસર તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દિયર વિનોદભાઈ અને આરોપી મુકેશ સીતાપરાને અગાઉ ઝઘડો થયો હતો અને ફરિયાદીના દિયર વિનોદભાઈને ફ્રેકચર ઈજા થઇ હોવાથી ફરિયાદી સોનલબેન તેના સાસુ મોતીબેન અને દીકરી પૂજા સાથે રાજકોટથી વાંકાનેર તાલુકાના અમરસર ગામ નવાપરા વિસ્તારમાં દિયર વિનોદભાઈને જોવા આવી હતી જે સારું નહિ લાગતા આરોપી મુકેશે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી અને લોખંડ પાઈપથી સોનલબેનને વાસામાં તેમજ સાસુ મોતીબેનને હાથમાં મારી ઈજા કરી દીકરી પુજાબેનને બંને હહ્તમાં લોખંડ પાઈપથી માર મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે