રોમિયોગીરી કરનાર માથાભારે ટોળકીનો ત્રાસ દૂર કરવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાવ
Rajkot,તા.20
લુખી રોમ્યાગીરી..શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં ઘંટેશ્વર ૨૫ વારીયા પ્લોટમાં રહેતા અને કલરકામના કારીગરે ફિનાઈલ પી લેતા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જીથરીયા પીર વિસ્તારમાં રહેતા અનિલભાઈ રમેશભાઈ યાદવ ૩૧ તે ગઈકાલે ચાર વાગે ફિનાઈલ પી લેતા સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. અનિલભાઈ યાદવે ફીનાઇલ પીવાના કારણોમાં જણાવ્યું હતું કે ઘર પાસે જ રહેતા રોહિત કોળી નામનો શખ્સ ફરિયાદીની પત્નીની વારંવાર મશ્કરી કરી પાછળ પડી ગયો હોય ફરિયાદીએ રોહિતને આવું ન કરવા સમજાવવાનો પ્રયત્ન કરતા રોહિતે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાઈને અનિલભાઈએ ફિનાઈલ પી લીધી હતી આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં રોમિયોગીરી ના ત્રાસ દૂર કરવા સાથે ફરિયાદ કરી છે