2.70 લાખની રકમથી ડબલ નાણા વળતર તરીકે ચૂકવવા અદાલતે હુકમ
Rajkot,તા.03
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે પોતાના મકાન ઉપર લોન લઈ આર્થિક મદદ માટે આપેલી રકમ 2.70 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને 15 માસની સજા અને ચેકની રકમથી ડબલ નાણા વળતર તરીકે ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતા દિલીપભાઈ પાંભરે પોતાના મકાન પર લોન લઈ અને કરણપરા વિસ્તારમાં આવેલા આકાશ એન્ટરપ્રાઇઝના સંચાલક નલિન ભટ્ટને આર્થિક મદદ માટે રૂ. ૨.૭૦ લાખ આપ્યા હતા, તે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નલિન ભટ્ટને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે દિલીપભાઈ પાંભરે નલિન ભટ્ટ વિરુદ્ધ અદાલતમાં ફોજદારી ફરિયાદ કરી હતી, જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જમા બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ મોહિત ઠાકર દ્વારા કરવામાં આવેલી ન્યાયિક રજૂઆત અને દલીલો તેમજ સર્વોચ્ચ અદાલતના જજમેન્ટો અને ધ્યાને લઈ અદાલતે નલિનભાઇ ભટ્ટને 15 માસની સજા અને ચેકની રકમના ડબલ નાણાં ફરિયાદીને ચૂકવી દેવા આરોપીને હુકમ કર્યો છે.