Manavadar તા.૧૬
જૂનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪નું આયોજન માણાવદર સરકારી હાઈસ્કૂલના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવેલ જેમાં જિલ્લામાંથી પ્રાંત વંથલી, પ્રાંત મેંદરડા, પ્રાંત જૂનાગઢ, પ્રાંત વિસાવદર, પ્રાંત કેશોદ અને કલેકટર કચેરીની ટીમ મળી કુલ -૬ ટીમોએ ભાગ લીધેલ જેમાં ફાઇનલમાં પ્રાંત મેંદરડા અને પ્રાંત જૂનાગઢ વચ્ચે મુકાબલો થયેલ જેમાં પ્રાંત મેંદરડાએ મેચ જીતી ચેમ્પિયન બનેલ જેને એમ.ડી.શુક્લ મામલતદાર માણાવદરના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવેલ આ બે દિવસ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મામલતદાર કચેરી માણાવદરના તમામ સ્ટાફ દ્વારા સફળ અને સુંદર આયોજન કરવામાં આવેલ હતું