Junagadh, તા.20
હાલમાં એક વીડીયોમાં માણાવદરના ધારાસભય અરવિંદ લાડાણી (ભાજપ)નો ફરી રહ્યો છે જેમાં તાજેતરમાં થયેલા માવઠા ઉપરાંત ખેડુતોના અનેક પ્રશ્નો મુદે ખેડુતો ધારાસભ્યને ફોન કરી રહ્યા છે.
પરંતુ તે અજાણ્યા ફોન નંબર ન ઉપાડવાનું નિવેદન આપ્યું છે કે મને સળી કરનારાઓના ફોન હું શા માટે ઉપાડુ ? તેની સામે જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાના કહેવા મુજબ કોઇ પણ અજાણ્યા ફોન નંબર પરથી આવેલ ફોન ન ઉપાડયો તે અયોગ્ય છે.
જુનાગઢ જીલ્લામાં જોઇએ તો શહેર અને જીલ્લામાં ભાજપના બે જુથ હોય તેવું કેટલાક સમયથી સામે દેખાઇ રહ્યું છે. જ્યારથી મનપાની ચૂંટણી પૂરી થઇ ત્યારથી નવી બોડી અમલમાં આવી ત્યારથી શહેર ભાજપના બે જુથ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં બે જુથ હોય તેમ માવઠાના વરસાદના કારણે તેમજ ખેડુતોના અનેક પ્રશ્નો ખાતર (ડીએપી) ન મળ્યું હોય પારવાર નુકસાની જુનાગઢના માણાવદર, વંથલી, મેંદરડામાં થવા પામી હોવા છતાં વારંવાર ફોન કરવા છતાં અરવિંદ લાડાણી ફોન રીસીવ જ ન કરતા હોય તેનો રોષ ફાટી નીકળ્યો છે તેના જવાબમાં અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે મારી સળી કરનારાઓના ફોન હું ઉપાડતો નથી, શા માટે તેના ફોન ઉપાડુ ?
સામે જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ એક નિવેદનમાં કહ્યું છે કે બધા અજાણ્યા નંબર ઉપાડવાનું બંધ કરી દેવું જોઇએ નહીં તે યોગ્ય નથી જે લોકો માત્ર હેરાન કરતા ફોન કરી તે વા નંબરને બ્લોક કરી દેવા જોઇએ. પ્રજાના પ્રતિનિધિ તરીકે દરેક ટેકલ કરવાની વ્યકિતગત ફરજ છે. કાર્યાલય ખોલવું કે નહીં તે મારી મરજીની વાત છે મને ફોન કર્યા બાદ તે મને સામે જવાબ આપવો જરૂરી નથી તેમની રજુઆત મેં સાંભળી લીધી હોય પછી ફોન કરવો જરૂરી નથી તેમ વિડીયોમાં જણાવ્યું છે.

