એક અઠવાડિયાથી ગુમસૂમ રહેતા મોમાઈ ડેકોરેશનના સંચાલકના ભરેલા પગલાથી ત્રણ બાળકોએ પિતાની “છાયા”ગુમાવી
Rajkot,તા.14
શહેરના સંત કબીર રોડ કનક નગર મહારાણા પ્રતાપ હોલ ની બાજુમાં રહેતા મંડપ કોન્ટ્રાક્ટર એ પોતાના ઘરે જ ચુંદડી વડે ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા ત્રણ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. મોમાઈ ડેકોરેશન મંડપ કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતા સંજયભાઈ પાંચાભાઇ વજકાણી ૩૨ તા.૧૨/૫ ના રોજ બપોરના અઢી વાગ્યાના સમારે પોતાના ઘેર રૂમમાં ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ લેતા બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ઈમરજન્સી ડોક્ટર દ્વારા મરણ ગયેલ જાહેર કર્યા હતા, સંજયભાઈ ના મિત્ર વિશાલ ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી સંજયભાઈ ગુમસુમ રહેતા હતા.તેમણે માનસિક સંતાપ ના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે સંજયભાઈ ની વિદાયથી તેમના ત્રણ બાળકોએ પિતાની છાયા ગુમાવી છે