Mangrol,તા.28
માંગરોળ ભંગારના ડેલામાં અચાનક આગે વ્યાપક સ્વરૂપ લેતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા ઓ છવાયા,આગ પર કાબુ મેળવવા બે થી ત્રણ કલાક ની જહેમત ઉઠાવી,માંગરોળ અને કેશોદ ના ફાયર ફાઈટરો સ્થાનિક યુવાનો દ્રારા ટેકટ્રરોની મદદથી આગપર કાબુ મેળવાયો, મામલતદાર માંગરોળ, ચિફ ઓફીસર, પોલીસ વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા, આજે બપોરના સમયે માંગરોળ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ભંગારના ડેલામાં અચાનક આગ લાગતાં ડેલામાં પડેલ ભંગારના ઢગલાંઓ બળીને ખાક થયા હતા, આગે વ્યાપક સ્વરૂપ લેતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટાઓ ફરી વળ્યા હતા, આ આગ આસપાસના વિસ્તારોમાં પ્રશરે નહીં ડેલામાં વઘુ નુકશાન ના થાય તે માટે માંગરોળ પાલિકાના ફાયર ફાઈટર, જે સી બી અને પાલિકાના સ્ટાફ તેમજ સ્થાનિક યુવાનો અને ટેકટ્રરના ટાંકા ઓ દ્રારા આગ ઓલવવા પ્રયાસ કરાયો હતો,
આગનો વ્યાપક સ્વરુપ જોઈ માંગરોળ મામલતદારે કેશોદ થી મોટા ફાયર ફાઈટર બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, આ ધટનાની જાણ થતાં પીજીવીસીએલ ના સ્ટાફ દોડી આવી તાત્કાલિક પાવર બંધ કરવામાં આવ્યો હતો, લોકોના ટોળા એકઠા થતા પોલીસ જવાનો દ્રારા લોકોને નિયંત્રણ કરવામાં આવ્યા હતા,
આ ઘટનાને ગંભીરતાથી લય માંગરોળ મામલતદાર હર્ષદ પરમાર, ચીફ ઓફીસર આર આર ધોલકીયા, પોલીસ જવાનો પાલિકા સ્ટાફ,ઘાંચી સમાજના પ્રમુખ મો. હુશેન ઝાલા, ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયા, સ્થાનિક આગેવાનો યુવાનો એ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી,