Mangrol,તા.12
અલગ અલગ કંપનીમાં પ્લેસમેન્ટ થાય અને રોજગારીની તકો મેળવી શકે તેવા હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
માંગરોળ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ – ભારત સંસ્થા અને ગવર્મેન્ટ શારદા ગ્રામ ITI નાં સંયુક્ત ઉપક્રમે છેલ્લા – 2 વર્ષ થી પાસ આઉટ થયેલા દરેક ટ્રેડનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ના વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતુ. આ વર્કશોપ નો મુખ્ય ઉદેશ પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ અલગ અલગ કંપનીમાં પ્લેસમેન્ટ થાય અને રોજગારીની તકો મળે તે માટે સ્કીલબેઈઝ તાલીમમાં જોડાઈને વધારે રોજગારીની તકો મેળવતા થાય તે અનુસંઘાને વર્કશોપ નુ આયોજન કરવામા આવેલ હતુ.સંસ્થામાં ચાલતા ઇન્ફોસીસ પ્રોજેક્ટ અંતર્ગત 90 કલાકની સ્કીલ તાલીમ પૂર્ણ કરીને તમામ સ્ટુડન્ટ નું પ્લેસમેન્ટ થશે. આ તકે શારદા ગ્રામ ITI નાં કર્મચારીઓ તથા આગાખાન સંસ્થા સ્ટાફ દ્રારા અને ટીમ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજનાં વર્કશોપમાં 102 જેટલાં બેરોજગાર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.