Jetpur,તા.18
જેતપુર શહેરના વડલી ચોક થી વોકડી પુલ તરફ જતા રસ્તા પર કેશુ બાપા ની વાડી નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખની સાથે સાથે વાલી વારસની તલાશ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કેશુ બાપા ની વાડી નજીકથી કોહવાયેલ હાલતમાં બ્લુ કલરનું પેન્ટ અને ચેક્સ વાળો શર્ટ પહેરેલ 30 થી 40 વર્ષની વયનો હોય તેવા પુરુષનો મળી આવ્યો છે કોઈને આ અંગે કોઈ જાણકારી મળે તો જેતપુર સીટી પોલીસ સ્ટેશન નંબર ૬૩૫૯૬ ૨૫૭૪૦ નો સંપર્ક કરવા જેતપુર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ મિલનસિંહ જીવાભાઇ ડોડીયા ની યાદીમાં જણાવ્યું છે.