Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»world ના અનેક દેશો આપે છે ‘નાણાંના બદલામાં નાગરિકતા’
    આંતરરાષ્ટ્રીય

    world ના અનેક દેશો આપે છે ‘નાણાંના બદલામાં નાગરિકતા’

    Vikram RavalBy Vikram RavalFebruary 28, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.28 

    અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે તડાફડી બોલાવી છે. ગેરકાયદે રહેતા ઘૂસણખોરોને અપમાનજનક દશામાં તગેડી મૂકવાના તેમના પગલાંએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. બરાબર એ જ રીતે તાજેતરમાં તેમણે લીધેલા એક બીજો નિર્ણય પણ વિશ્વભરમાં ચર્ચાસ્પદ બન્યો છે, અને તે છે કરોડો રૂપિયા ખર્ચીને અમેરિકામાં કાયમી વસવાટ મેળવવાનો પરવાનો! અમેરિકાનો વહીવટી ખર્ચ ઘટાડીને દેશની આવકમાં વધારો કરવા માટે ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ની રજૂઆત કરી છે, જે ખરીદીને દુનિયાનો કોઈપણ નાગરિક અમેરિકન બની શકશે.

    ટ્રમ્પ દ્વારા અમેરિકાની નાગરિકતા આપતાં જે ‘ગોલ્ડ કાર્ડ’ની જાહેરાત કરવામાં આવી છે એની કિંમત છે 50 લાખ ડોલર એટલે કે લગભગ 44 કરોડ રૂપિયા! સ્વાભાવિક છે કે આ કાર્ડ અમીરોને જ પોસાય. અલબત્ત, આ કંઈ પહેલીવારની સ્કીમ નથી જેના દ્વારા નાણાં ખર્ચીને અમેરિકામાં વસી જવાની સગવડ અપાઈ હોય. અમેરિકામાં EB-5 વિઝાની સગવડ છે જ, જે ખરીદીને દુનિયાનો કોઈપણ માણસ અમેરિકાની નાગરિકતા મેળવી શકે છે. એના માટે ઓછામાં ઓછા 10 લાખ ડોલર એટલે કે 8.8 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જોકે, ટ્રમ્પની યોજના મુજબ ઘણું કરીને એપ્રિલ મહિનામાં ‘ગોલ્ડ કાર્ડ’ શરૂ કર્યા બાદ EB-5 વિઝાની સગવડ બંધ કરી દેવામાં આવશે. દુનિયામાં ઘણા દેશો અમેરિકાની જેમ નાણાં લઈને નાગરિકતા આપે છે. બે-ચાર નહીં વિશ્વના 100થી વધુ દેશ આવી સગવડ આપે છે. નાણાં ખર્ચીને નાગરિકતા ખરીદનાર અરજદારને જે-તે દેશમાં કાયમી વસવાટની, ત્યાં મતદાન કરવાની અને અન્ય નાગરિક અધિકારોનો ઉપયોગ કરવાની છૂટ મળે છે. એવા થોડા દેશો વિશે આજે જાણીએ.

    યુરોપના સમૃદ્ધ દેશ એવા ઑસ્ટ્રિયાના પાસપોર્ટની ગણતરી વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટમાં થાય છે, તેથી તે દેશની નાગરિકતા મેળવવું ખૂબ મોંઘું છે. ઓસ્ટ્રિયાની નાગરિકતા મેળવવા માટે લગભગ 8 લાખ યુરો એટલે કે લગભગ 7.2 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. ઑસ્ટ્રિયાના પાસપોર્ટનો સૌથી મોટો લાભ એ છે કે એના લીધે વિશ્વભરના 190 દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઑન-અરાઈવલ મુસાફરી કરવાની સગવડ મળે છે.

    મધ્ય-પૂર્વી દેશ જોર્ડનને રોકાણની દ્રષ્ટિએ સ્થિર માનવામાં આવે છે. તેની નાગરિકતા મેળવવા માટે અરજદારે 750,000 ડોલર એટલે કે લગભગ 6.6 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જોર્ડનના પાસપોર્ટ દ્વારા વિશ્વના 50 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા-ઓન-અરાઈવલ મુસાફરી કરી શકાય છે. રોકાણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી અરજદાર તેના આશ્રિત પરિવારને જોર્ડન લઈ જઈ શકે છે.

    નાનકડો ‘માલ્ટા’ યુરોપનો અતિ સમૃદ્ધ દેશ છે. ત્યાંનું જીવનધોરણ ઘણું ઊંચું છે. માલ્ટાની નાગરિકતા મેળવવા માટે અરજદારે ઓછામાં ઓછા 600,000 યુરો એટલે કે 5.4 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. માલ્ટાની નાગરિકતા લેતી વખતે અરજદાર પોતાની સાથે પોતાના આશ્રિત પરિવારનો પણ સમાવેશ કરી શકે છે.

    દક્ષિણ-પૂર્વ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં સ્થિત ‘મોન્ટેનેગ્રો’ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. નાટોના આ સભ્ય દેશમાં રોકાણ કરવું એકદમ સલામત માનવામાં આવે છે. મોન્ટેનેગ્રોની નાગરિકતા મેળવવા માટે અરજદારે ઓછામાં ઓછા 450,000 યુરો એટલે કે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. એમાંના 250,000 યુરોનું રોકાણ કરવામાં આવે છે અને 200,000 યુરોનું દાન કરવામાં આવે છે.

    યુરોપ અને એશિયાના સંગમસ્થાન એવું તુર્કિયે (જૂનું નામ ‘તુર્કી’) પણ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. અહીંની નાગરિકતા મેળવવા માટે ઓછામાં ઓછા 400,000 ડોલર એટલે કે 3.5 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તુર્કિયેનો પાસપોર્ટ વિશ્વભરના 110 દેશોમાં વિઝા-મુક્ત અથવા વિઝા-ઓન-અરાઈવલ પ્રવેશની સગવડ આપે છે. તુર્કિયેની નાગરિકતા મેળવનારને એક બીજો મોટો ફાયદો થાય છે, અને તે એ કે તુર્કિયેના નાગરિક બન્યા પછી અમેરિકામાં પ્રવેશવું સરળ બની જાય છે. તુર્કિયેમાં ત્રણ વર્ષ રહ્યા પછી વ્યક્તિ અમેરિકાના E-2 રોકાણ વિઝા માટે અરજી કરી શકે છે.

    અન્ય એક કેરેબિયન દેશ ‘ગ્રેનાડા’ પણ નાણાંના બદલામાં નાગરિકતા આપે છે. ગ્રેનાડાની નાગરિકતા મેળવવા માટે 235,000 ડોલર એટલે કે 2.4 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. કોઈ વ્યક્તિ રોકાણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી સતત ત્રણ વર્ષ સુધી ગ્રેનાડામાં રહે, તો તે અમેરિકામાં નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી શકે છે. ગ્રેનાડા એકમાત્ર કેરેબિયન દેશ છે જે આ સુવિધા આપે છે કારણ કે તેણે અમેરિકા સાથે E-2 રોકાણ વિઝાના કરાર કર્યા છે. બીજી એક વિશેષતા એ છે કે, આ દેશના નાગરિક બનવા માટે તમારે તમારા દેશની નાગરિકતા છોડવાની પણ જરૂર નથી. ગ્રેનાડાના નાગરિક બન્યા પછી, તમે તમારા આશ્રિતોને ત્યાં લઈ જઈ શકો છો.

    મધ્ય-પૂર્વમાં સ્થિત ઈજિપ્ત વિશ્વની સૌથી વધુ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક સંસ્કૃતિ ધરાવે છે. ઈજિપ્તની નાગરિકતા મેળવવા માટે ઓછામાં ઓછા 250,000 ડોલર એટલે કે 2.2 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. પિરામિડોનો દેશ એવું ઈજિપ્ત ‘આફ્રિકન કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા’ અને ‘વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન’નું સભ્ય હોવાથી તેની નાગરિકતા લેવી વિશેષ કરીને વેપારીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

    એન્ટિગુઆ અને બાર્બુડા એક કેરેબિયન દેશ છે. કોમનવેલ્થ દેશોના સંગઠનના સભ્ય એવા આ દેશની નાગરિકતા ખરીદવી હોય તો ઓછામાં ઓછા 230,000 ડોલર એટલે કે અંદાજે 2 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. આ દેશની નાગરિકતા પ્રાપ્ત કરનાર અરજદાર તેના જીવનસાથી, 31 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા  55 કે તેથી વધુ ઉંમરના માતા-પિતા, દાદા-દાદી અને અપરિણીત ભાઈ-બહેનોને આશ્રિત તરીકે પોતાની સાથે લઈ જઈ શકે છે.

    યુરોપનો આ દેશ સુંદર નદીઓ અને લીલાછમ પર્વતોનો પ્રદેશ ગણાય છે. અહીંની નાગરિકતા મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 200,000 યુરો એટલે કે 1.8 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. આ દેશના પાસપોર્ટથી વિશ્વના 120 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા-ઓન-અરાઈવલ મુસાફરીની પરવાનગી મળે છે. ઉત્તર મેસેડોનિયાના કર્મચારીઓ ખૂબ જ કુશળ ગણાય છે. અહીં કંપનીની નોંધણી સિસ્ટમ પણ ઘણી સરળ છે, જેથી રોકાણકારો આ દેશની નાગરિકતા લેવા માટે પ્રેરિત થાય છે.

    અત્યંત સુંદર કેરેબિયન દેશ એવા ‘ડોમિનિકા’ની નાગરિકતા મેળવવું અન્ય દેશોની સરખામણીમાં પ્રમાણમાં સસ્તું છે. ત્યાંની નાગરિકતા મેળવવા માટે 2 લાખ ડોલર એટલે કે લગભગ 1.75 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. રોકાણ દ્વારા ડોમિનિકાની નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી તમે તમારા જીવનસાથી, 31 વર્ષ સુધીના અપરિણીત બાળકો, 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના માતા-પિતા અને દાદા-દાદીને ડોમિનિકામાં લાવી શકો છો. તમે ત્યાંની નાગરિકતા લઈ લો એ પછી જો તમારું બાળક ડોમિનિકામાં જન્મે તો તેને જન્મના આધારે આપોઆપ ત્યાંની નાગરિકતા મળી જાય છે. ગ્રેનાડાની જેમ ડોમિનિકાની નાગરિકતા મેળવવા માટે પણ તમારે તમારા દેશની નાગરિકતા છોડવાની જરૂર નથી પડતી.

    આ ઉપરાંત પેસિફિક મહાસાગરની મધ્યમાં આવેલો નાનકડો ‘નાઉરુ’, બે ટાપુઓથી બનેલો ‘સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ’ અને વરસાદી જંગલોથી ઘેરાયેલા કેરેબિયન ટાપુ-દેશ ‘સેઈન્ટ લુસિયા’ જેવા ઘણાં દેશો તગડું રોકાણ કરનાર વ્યક્તિને પોતાના દેશનું નાગરિકત્વ આપે છે.

    Citizenship exchange Many countries money
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ૧૬ વર્ષની કિશોરીને બાળ લગ્ન માટે મજબૂર કરવાનો કેસઃ Supreme Courtબિહાર સરકાર પાસેથી સીલબંધ કવરમાં રિપોર્ટ માંગ્યો

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025
    અન્ય રાજ્યો

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025
    રાષ્ટ્રીય

    હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.