New Delhi, તા.25
ઈથોપિયાના અફાર વિસ્તારમાં હેલી ગુબ્બી જ્વાળામુખીની રાખ રાત્રે 11 વાગ્યે દિલ્હી પહોંચી જતાં અને 130 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે
જેના કારણે વિમાની સેવાને મોટી અસર થઈ છે. સેટેલાઈટ દૃશ્યો મુજબ આ રાખ જમીનથી 45 હજાર કિલોમીટર ઉંચાઈએ છે જેથી એરપોર્ટ પર હાલ લેન્ડિંગ કે ટેકઓફને અસર થઈ નથી પરંતુ ઉડ્ડયન માર્ગ દરમિયાન મુસાફર વિમાનો આ રાખના વાદળોની અસર હેઠળ આવી શકે છે જેના કારણે તમામ એર લાઈન અને એરપોર્ટને સાવચેતી રાખવા ચેતવણી અપાઈ છે.
ખાસ કરીને ભારતથી ગલ્ફ તરફ જતી ફલાઈટ અને યુરોપની ફલાઈટને આ રાખના વાદળોના માર્ગમાંથી પસાર થવું પડે તે સમયે તે જોતા અકાશા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને કેએલએમ સહિતની એરલાઈને અનેક ફલાઈટો રદ કરી છે. એરલાઈન્સને રાખના વિસ્તારમાંથી ઉડાન ન ભરવા અને ફલાઈટનો રૂટ તથા પ્લાનિંગ બદલવા જણાવાયું છે. જો ફલાઈટને રાખ સ્પર્શશે તો તુરંત જ જાણ કરવા પણ સૂચના અપાઈ છે. ફલાઈટ ટ્રેકર ઉપર લાલ અને નારંગી રંગના વાદળોમાં રાખની માત્રા વધુ હોઈ શકે છે અને તેનાથી દૂર રહેવા પણ જણાવાયું છે.

