Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»વૈશ્વિક શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો – પૂ.શ્રી ધીરગુરુદેવ
    અમદાવાદ

    વૈશ્વિક શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો – પૂ.શ્રી ધીરગુરુદેવ

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,25

    અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદધાટન તા.૨૨, જૂન ૨૦૨૫ને રવિવારે યોજાશે. ગુરુદેવના બોપલ ખાતેના ચાર્તુમાસ દરમ્યાન અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ દરેક કાર્યક્રમ યુ-ટ્યુબમાં DHEER PRAVACHAN DHARA ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
    તાજેતરમાં અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા દેશ-વિદેશના નાગરિકો અને સિવિલ હોસ્પિટલની મેસમાં બપોરનું ભોજન લઈ રહેલા ડોકટરોને શ્રધ્ધાજંલિ અર્પણ કર્યા બાદ પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવે જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વમાં અકલ્પનીય ઘટનાઓ બની રહી છે, આજે આપના માધ્યમ દ્વારા સૌને અનુરોધ કરુ છું કે વિશ્વશાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો. કારણકે મંત્રજાપ તમારી આંતરિક અને બાહ્ય શક્તિ જાગૃત કરવા માટેનું પ્રેરણાબળ છે. તા. ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિશ્વભરના લાખો સહભાગીઓ દ્વારા નવકાર મહામંત્રના સુમેળભર્યા જાપ કરવામાં આવ્યા હતાં. જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના સંબોધનમાં કરવામાં આવી હતી.
    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિશ્વમાં સૌથી વધારે ૪૦ કરોડ જેટલા યુવાનો ભારતમાં છે. તેમને જો યુવા જાગૃતિના કાર્યક્રમોના માધ્યમથી વ્યસન મુક્ત કરવામાં આવે તો તેમની અકલ્પનીય વૈચારિક શક્તિઓના માધ્યમ દ્વારા સશક્ત અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. રાજનગર અમદાવાદમાં અમારુ પ્રથમ ચાતુર્માસ છે, જે દરમિયાન અનેકવિધ માનવસેવા, જીવદયા અને સમાજ ઉપયોગી પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, યુવા સશક્તિકરણ, કેળવણીલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
    બોપલ – આમલી ક્રોસ રોડ ખાતે 970 વારના પ્લોટમાં નિર્માણ પામેલા 6 મંજિલામાં વીણાબેન ભૂપતલાલ ખેતાણી – ધર્મનાથ ઉપાશ્રય, લાભુબેન હિંમતલાલ કપાસી – ધર્મ સંકુલ, ધોળકીયા હસુમતીબેન પોપટલાલ – આયંબિલ ભવન , કુમુદબેન ન્યાલચંદ વોરા – મેડિકલ સેન્ટર તેમજ 2 વિશાળ બેંકવેટ હોલ, 9 Ac રૂમ સહિત અતિથિ ભવન અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તારામતીબેન જોઈસર વૈયાવચ્ચ કેન્દ્રનો સમાવેશ થાય છે. જે સદગત મંત્રી મહેશભાઈ અંબાવી વગેરેની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે.
    બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલમાં આવેલા મેડિકલ સેન્ટરમાં લગભગ તમામ પ્રકારની સેવાઓ જેમ કે, એકસ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ મેડિકલ સેન્ટરનો કોઈપણ દર્દી નાત-જાતના ભેદભાવ વગર ખૂબ જ નજીવા દરે લાભ લઈ શકશે.

    કાઠીયાવાડ જૈન સમાજના મંત્રી મેહુલભાઈ ધોળકિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કમિટીના સુંદર સહયોગથી પ્રથમ વર્ષે ગોંડલ સંપ્રદાયના સુપ્રસિદ્ધ શય્યાદાન મહાદાનના પ્રેરક પૂ.શ્રી ધીરગુરુદેવનું ચાતુર્માસ પ્રાપ્ત થતાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. જે ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘનું સૌભાગ્ય છે. સમાજનું સમાજ ને અર્પણ કરવું તે જ સંતની સાચી સાધના છે. તેવું માનનારા ધીરગુરુદેવે 24 વર્ષની યુવાવયે પોતાના 80 વર્ષના પિતાશ્રી પ્રેમગુરુદેવ સાથે ઉપલેટામાં જૈન દીક્ષા અંગીકાર કરી હતી.

    પૂ.શ્રી ધીરગુરુદેવની દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતભરમાં કોલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર, જલગાંવ. પુના, ભરૂચ, વડોદરા, રાજકોટ, નડિયાદ, કાંદીવલી, ઘાટકોપર, વિલેપારલા, કાટકોલા, પોરબંદર, ઇન્દોર, લાલપુર વગેરે ગામોમાં ઉપાશ્રય, વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, ગુજરાતી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, પાંજરાપોળ-ગૌશાળા, બહેરા-મુંગા શાળા, જૈન બોર્ડિંગ, મહાવીરભવન-હોલ વગેરે સંકુલના કરોડોના ખર્ચે નિર્માણ થયેલા છે.

    કાઠીયાવાડ જૈન સમાજના અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલના નિર્માણ સંયોજક અંશુલભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે પૂ.ધીરગુરુદેવ રાજકોટથી વિહાર કરીને બોપલમાં વકીલ સાહેબ બ્રિજ સામે, ધર્મ સંકુલ ધર્મનાથ ઉપાશ્રયમાં પધાર્યા છે. તા. 21 ને શનિવારે સવારે 9:00 થી 12:00 કલાકે મહારાજા અગ્રસેન હોલ, શેલા ખાતે ઉર્વેશભાઈ વોરાની અધ્યક્ષતામાં દાતા અભિવાદન સમારોહ યોજાશે. તા. 22 જૂન ૨૦૨૫ને રવિવારે સવારે 9:00 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 9:30 કલાકે વિનુભાઈ કપાસીના પ્રમુખ પદે ડીઝીટલ ઉદઘાટન વિધિ અને ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે ગોપાલના પૂ.દીપમુનિ મ.સા. ગોંડલના પૂ.ગુણીજી મ.સ, પૂ.જ્યોતિજી મ.સ. આદિ, બોટાદના પૂ. સવિતાજી મ.સ.,પૂ.સુશીલાજી મ.સ.,અજરામરના પૂ.ભક્તિજી મ.સ.આદિ, ગોપાલના પૂ. પૂર્ણિતાજી મ.સ. આદિ તેમજ દિલ્હી, કલકત્તા, મુંબઈ, જલગાંવ, ચેન્નાઈ, એમ્બેવેલી, ઇન્દોર, પૂના, જામનગર, ગોંડલ, રાજકોટ, સુરત, બરોડા, ભરૂચ, વાપી વગેરે તથા રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ, સંઘો ઉપસ્થિત રહેશે.
    અગોચરને ગોચર બનાવે એનું નામ સંત, શ્રેયને શ્વાસ બનાવે એનું નામ સંત, સમાધિને સહજ બનાવે તેનું નામ સંત, Sight…with Divine Shine ચાતુર્માસમાં પ્રવચનશ્રેણી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ – ધર્મનાથ જૈન સંઘના ઉપક્રમે વકીલ સાહેબ બ્રીજ પાસે, શિવાલિક સત્યમેવ પાછળ, અમદાવાદ ખાતે યોજાશે.

    સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા કાંતિલાલ કપાસી, દિનેશ ખેતાણી, અરવિંદ મહેતા, મેહુલ ધોળકિયા, ભરત મહેતા નિલેશ ટીંબડીયા વગેરે પદાધિકારીઓ તથા કમિટી, પ્રેમ- ધીર મહિલા મંડળ, યુવક મંડળ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

    Ahmedabad Shri Dhirgurudev
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    અમદાવાદ

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ

    June 30, 2025
    અમદાવાદ

    શાસ્ત્રીનગરનું શૌચાલય બન્યું વિવાદનો મધપૂડો, કડક કાર્યવાહીના બદલે દંડ ફટકારતાં સ્થાનિકોમાં રોષ

    June 30, 2025
    અમદાવાદ

    Ahmedabad to Somnath ફકત 4 કલાક : નમોશકિત એકસપ્રેસ-વે બનશે

    June 30, 2025
    ગુજરાત

    હવામાન વિભાગની આગામી 3 જુલાઈ સુધી Heavy Rainની આગાહી

    June 28, 2025
    અમદાવાદ

    Agricultural Universityના કુલપતિઓએ પગારમા નિયમ વિરુદ્ધ ૨.૨૦ કરોડ રુપિયા ઉપાડીને ઉચાપત કરી

    June 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.