London, તા.23
બ્રિટનમાં અનેક અમીરોએ ટેકસ સિસ્ટમમાં થયેલા ફેરફારને કારણે બ્રિટન છોડવાનો નિર્ણય કર્યો છે ત્યારે બ્રિટનના સૌથી અમીર પૈકીના એક અબજોપતિ જોન ફેડરિકસનું બ્રિટનને ‘નરક’કહીને બ્રિટનથી પલાયન કરવાનો ફેસલો કર્યો છે. તેમણે પોતાના 2900 કરોડ રૂપિયાની કિંમતનું ઘર વેચવાની જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યું હતુ કે, બ્રિટન ‘નરક’ બની ગયું છે. ફ્રેડરીકસન જહાજોનો મોટો બિઝનેશ કરે છે. તે બ્રિટનના 9 માં સૌથી અમીર વ્યકિત છે. હવે તે દુબઇમાં રહેવા ચાલ્યા ગયા છે. હવે તેમનું આ ઘર ‘ધી ઓલ્ડ રેકટોરી’તરીકે જાણીતું છે.
આ ઘર 300 વર્ષ જુનુ છે. જેની કિંમત લગભગ 33.7 કરોડ ડોલર (2900 કરોડ રૂપિયા) છે. આ બ્રિટનના સૌથી મોંઘા ઘરોમાંનુ એક છે. આ ઘર 30,000 વર્ગ ફુટમાં ફેલાયેલું છે. જેમાં 10 બેડરૂમ, બે એકરમાં મોટા બગીચા અને એક શાનદાર બોલરૂમ પણ છે. આ બંકિંધમ પેલેસ બાદ બ્રિટનનું ત્રીજુ સૌથી મોટુ ખાનગી ઘર છે.
81 વર્ષના ફેડરિસન પાસે પહેલા નોર્વે અને બાદમાં સાઇપ્રસની નાગરીકતા હતી. તેમણે 2001માં આ પ્રોપર્ટી ખરીદી હતી ત્યારથી યુકે તેનું મુખ્ય નિવાસ છે. ફેડરીકસન દ્વારા આ નિર્ણય ચાન્સેલર રાહેલ રીવ્સ દ્વારા હાલમાં કરાયેલા આર્થિક ફેરફારોની આલોચના બાદ લેવાયો છે. ખાસ કરીને નોન-ડોમીસાઇલ ટેકસ સિસ્ટમને ખતમ કરવાના નિર્ણયથી તે નારાજ છે.