Madrid,તા.06
ક્લાઉડફ્લેર નામની વેબસાઈટ સર્વિસ પ્રોવાઈડર કંપનીની સિસ્ટમમાં ગરબડ સર્જાતા દુનિયાની કેટલીય એપ્સ ઠપ થઈ ગઈ હતી. સેંકડો યુઝર્સે એક્સ પ્લેટફોર્મમાં તેની ફરિયાદ કરી હતી. કંપનીએ પણ ગરબડની વાત સ્વીકારી હતી અને સર્વિસ ફરીથી યથાવત થઈ હોવાનું જણાવ્યું હતું.
ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેરના સર્વરમાં કંઈક ગરબડ સર્જાઈ હતી. આ કંપની દુનિયાની કેટલીય એપ્સને ક્લાઉડ, સર્વર અને ઈન્ટરનેટરની સર્વિસ આપે છે. તેના કારણે કંપનીના સર્વસમાં થયેલી ગરબડની અસર ગ્લોબલી ઘણી પોપ્યુલર એપ્સ પર પડી હતી. ખાસ તો લિંક્ડઈન, ઝૂમ, ગ્રો, ઝેરોધા, બુક માય શો, કેનવા જેવી ઘણી એપ્સ કલાકો સુધી ઠપ રહી હતી એવી ફરિયાદ યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કરી હતી. એડનબર્ગનું એરપોર્ટ પણ ટેકનિકલ ગરબડ સર્જાતા થોડી કલાકો માટે બંધ કરવું પડયું હતું. જોકે, એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે તે અન્ય કારણથી બંધ થયું છે. ક્લાઉડક્લેરની સર્વિસના કારણે બંધ રાખવું પડયું નથી. જોકે, યુઝર્સે એરપોર્ટ બંધ રહેવા પાછળ આ કંપનીની સર્વિસને જ જવાબદાર ગણી હતી.

