Amreli, તા.17
લાઠી તાલુકાના જોગાણી કેરાળા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર ભાગીયાની એસ.ઓ.જી.એ ધરપકડ કરી રૂા. 77.93 લાખનો મુદામાલ કબ્જે લીધો હતો.
લાઠી તાલુકાના જોગાણી-કેરાળા ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં રહેતાં છનાભાઇ હરીભાઇ પંચાલા નામનાં 50 વર્ષીય આધેડે ગેરકાયદે રીતે પોતે ભાગીયા તરીકે રાખેલ વાડી ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય.
જે લીલા ગાંજાના મુળ માટી સાથેના છોડ નંગ-48 જેનું કુલ વજન-155 કિલો 865 ગ્રામ કિમત રૂા.77,93,250 ના મુદ્દામાલ સાથે ગત તા.15 ના રોજ 8/30 લાઠી તાલુકાના કેરાળા ગામે હસમુખા હનુમાન મંદિર પાસે કેહુરભાઇ ઉર્ફે બાબુભાઇ (મીલેટ્રી વાળા)ના ખેતરમાંથી અમરેલી એેસ.ઓ.જી.એ આરોપી છનાભાઇ હરીભાઇ પંચાલા ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન તેમણે જણાવેલ હતું કે, પોતે ભાગીયા તરીકે રાખેલ વાડી ખેતર લીલા ગાંજાના છોડના ખાતે વાવેતર કરેલ હતું. પોતે વધુમાં જણાવેલ કે પોતે આશરે ત્રણેક વર્ષ પહેલા આ દેહુરભાઈ ઉર્ફે બાબુભાઈ કાળુભાઈ ડેરની માલીકીની વાડીખેતર ભાગીયા તરીકે કપાસના વાવેતર કરવા અર્થે રાખેલ હતી.
શિવરાત્રીમાં જુનાગઢ ખાતે જઈ એક સંત પાસેથી ગાંજાના બિયારણ મેળવી આ વાડી ખેતરમાં વાવેતર કરેલ કપાસની આડમાં આશરે 48 જેટલા નાના મોટા લીલા ગાંજાના છોડ વાવેલ હતા.
મહુવા તાલુકાના કુંભણ ગામેં રહેતાં કેતનભાઇ ધીરૂભાઇ આકોળીયા નામનાં 21 વર્ષીય યુવક તથા જનકભાઇ મુકેશભાઇ મોટર સાયકલ નં.જી.જે-04-એઆર-4782 નું લઇને તા.13 ના રોજ બપોરનાં 3 વાગ્યે મોટા ઝીંઝુડાથી સેંજળ તરફ જતા હતા તે દરમ્યાન પીઠવડીથી સેંજળ ગામ વચ્ચે પહોંચતા સામેથી આવતી ફોરવ્હીલ નં.જીજે-05-આરઇ-3713 ના ચાલકે પોતાના હવાલા વાળી ફોરવ્હીલ કાર પુરપાટ ઝડપે અને બેફિકરાઇથી ચલાવી કેતનભાઇ આકોળીયાની મોટર સાયકલ સાથે ભટકાડી અકસ્માત કરી કેતનભાઇ ધીરૂભાઇ આકોળીયાને માથાના ભાગે તથા દાઢીના ભાગે ગંભીર ઇજાઓ કરી તેમનું મોત નિપજાવી તથા જનકભાઇ મુકેશભાઇને મોઢાના ભાગે ઇજા કરી ફોર વ્હીલ ચાલક નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

