Junagadh તા.15
જુનાગઢ માર્કેટીંગ યાર્ડ આવતીકાલ તા.16 ઓકટોબરથી 10 દિવસ દરમ્યાન જણસની આવક બંધ રહેશે. 27ના હરરાજી શરૂ કરાશે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા છે.
ત્યારે આવતીકાલ તા.16થી 25થી જુનાગઢ દોલતપરા સ્થિત માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસ ખાસ મગફળી, સોયાબીન, તલ, મગ, અડદ, સહિતની આવકો બંધ કરવામાં આવી છે. જે 25 ઓકટોબર એટલે 10 દિવસ સુધીનું દિવાળી વેકેશન પડી જશે ફરી તા.26 ઓકટોબરથી જણસ યાર્ડમાં લાવવા માટે ખેડૂતોને જણાવાયું છે બાદ તા.27/10ના રાબેતા મુજબ હરરાજી શરૂ કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું છે.