Morbi,તા,25
મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા આધેડ પાસેથી ૨ લાખ રૂપિયા લઈને તેના દીકરા સાથે યુવતીના લગ્ન કરાવ્યા બાદ ત્રણ દિવસ રહીને યુવતી પિયરમાં આંટો દેવાનું કહીને ગયા બાદ પરત ફરી ના હતી અને આધેડ પોતે છેતરાયા હોવાનું જણાઈ આવતા ચાર આરોપીઓ વિરુદ્ધ રૂ ૨ લાખની ચીટીંગની ફરિયાદ નોંધાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના માધાપર શેરી નં ૦૬ માં રહેતા મહેશભાઈ નવઘણભાઈ ડાભી (ઉ.વ.૫૨) વાળાએ આરોપી કનુભાઈ, હરેશભાઈ, મીનાક્ષી અને પ્રવિણાબેન ઝાલા એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી કનુભાઈ અને હરેશભાઈએ ફરિયાદી મહેશભાઈને વિશ્વાસમાં લઈને દીકરા કાનજીના લગ્ન આરોપી પ્રવિણાબેન ઝાલાની દીકરી મીનાક્ષી સાથે ગત તા. ૧૭-૦૫-૨૦૨૪ ના રોજ સવારના અગિયાર વાગ્યે લગ્નવિધિ કરાવી હતી કનુભાઈ અને હરેશભાઈએ ફરિયાદી પાસેથી રૂ ૨ લાખ લઈને મીનાક્ષી સાથે ફૂલહારથી વિધિ કરી લગ્ન કરાવ્યા હતા
ત્રણેક દિવસ બાદ મીનાક્ષી પિયરમાં આંટો દેવા જવાનું કહીને જતી રહી હતી અને પાછી આવી ના હતી તમામ આરોપીઓએ એકસંપ કરી આધેડ સાથે રૂપિયા ૨ લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે