Morbi,તા.04
વવાણીયા ગામે રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે
માળિયાના વવાણીયા ગામના રહેવાસી સોનલબેન અરવિંદભાઈ મોરવાડિયા (ઉ.વ.૩૨) નામની પરિણીતા ગત તા. ૦૧ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવની જાણ થતા માળિયા પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે મૃતક સોનલબેનનો લગ્નગાળો ૧૧ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે