Morbi,તા.24
સામાકાંઠે વિદ્યુતનગરમાં રહેતા ૨૮ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના સર્કીટ હાઉસ પાસે વિદ્યુતનગરના રહેવાસી શીતલબેન પુનિતભાઈ દેવઈતત (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ તા. ૨૩ ના રોજ સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે