Morbi,તા.01
સામાકાંઠે રામધન આશ્રમ પાસે નીલમબાગ સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના રામધન આશ્રમ પાસે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી અલ્પાબેન સુરેશભાઈ ધનાણી (ઉ.વ.૩૬) નામની પરિણીતાએ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અલ્પાબેનના લગ્નને ૧૭ વર્ષનો સમય થવા છતાં સંતાન નહિ થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે