Morbi,તા.17
આંબેડકર કોલોનીમાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરામાં આંબેડકર કોલોની શેરી નં ૦૩ માં રહેતી લક્ષ્મીબેન સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૩૫) નામની પરિણીતા ગત તા. ૧૬ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવને પગલે બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે