પતિ કામે ગયા બાદ મોડી સાંજે ઘરમાં જ પંખા ના હુકમાં ચુંદડી બાંધી જીવા દોરી ટૂંકાવી
Rajkot,તા.12
શહેરના ભક્તિનગર પોલીસ મથકની હદમાં આવેલ વિરાટ નગરમાં ગઈકાલે સાંજે અતિ સહિતના પરિવારજનોની ગેરહાજરીમાં પંખા ના હુકમાં ચુંદડી થી ફાંસો ખાઈ લઇ પ્રેમ લગ્ન ની પરણેતર મહિલાએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે કલ્પનાત વતી જવા પામ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિરાટ નગર ન્યુ ખોડિયાર નગર શેરી નંબર ૨ કોઠારીયા રોડ પર રહેતા નિરાલી બેન નીરજભાઈ મકવાણા ૨૪ ગઈકાલે સાંજે ૫ વાગ્યે ઘેર એકલી હતી ત્યારે રૂમના પંખામાં ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ લેતા મોતને ભેટી હતી.
નિરાલી બેને અઢી વર્ષ પહેલા ફર્નિચરનું કામ કરતા નીરજ મકવાણા સાથે બંને પરિવારોની સહમતિથી પ્રેમ લગ્ન કર્યા હતા, પ્રેમ લગ્ન થી પરણેતર દંપતી ને ત્યાં હજુ પારણુંબંધાયું ન હતું, અને દંપતી સાસુ સસરા થી અલગ રહેતા હતા ,ગઈકાલે નીરજ ભાઈ કામ ઉપર ગયા હતા તે દરમિયાન એકલી રહેલી નિરાલી બેને ઘરે ફાંસો ખાઈ લીધો હતો પતિએ ઘેર આવી જોતા નિરાલી નો દેહ પંખે લટકતો દેખાયો હતો, પત્નીના આ પગલાથી નીરજભાઈ અવાચક થઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ બોલાવતા ડોક્ટર ની ટીમને નિરાલીબેન ને મૃત જાહેર કર્યા હતા નિરાલીબેન ના પિતા રતિલાલ ત્રિભોવનદાસ પરમાર દરજી જ્ઞાતિ ના હોય. નિરાલી બેન એ કયા કારણોસર આ પગલું ભરી લીધું છે? તે અંગે બંને પરિવારો અસમંજસ માં આવી ગયા છે આ અંગે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે