Rajkot, તા.23
મારવાડી યુનિવર્સિટીએ આજ રોજ પોતાના વિવિધ રાષ્ટ્રોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સફળતા ઉજવવા માટે એક ઉજવણી ભર્યા આંતરરાષ્ટ્રીય ફોટો શૂટ સમારંભનુ સફળ આયોજન કર્યું. સંસ્થામાંથી આ વર્ષે ૩૬ દેશોના કુલ ૪૪૨ વિદ્યાર્થીઓએ, જેમાંથી ૪ પીએચડી ડિગ્રી ધારક હતા. સફળતાપૂર્વક ગ્રેજ્યુએટ થયા છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આ અવસરે તેમની શૈક્ષણિક યાત્રાનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાયો.
ગ્રેજ્યુએટ થનાર વર્ગ ૨૦૨૫ એક વૈશ્વિક સમુદાયની પ્રતિબિંબરૂપ હતો જેમાં ૨૬ આફ્રિકન દેશો અને બાંગ્લાદેશ, ભૂટાન, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, નેપાળ, સાઉદી અરેબિયા, શ્રીલંકા અને સિરિયા સહિતના અન્ય ૧૦ દેશોના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. વિવિધ સંસ્કૃતિઓના આ બહુમુલ્ય સમાગમથી કેમ્પસનુ વાતાવરણ વધુ જીવંત અને વૈશ્વિક બની ગયુ હતુ. આ ફોટો શૂટ સમારંભ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને ઉજવવાનુ અને મારવાડી યુનિવર્સિટીમાં પ્રસરતી એકતા અને વૈવિઘ્યની ભાવનાને ચિતારવાનુ અનોખુ આયોજન હતુ. વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોએ સાથે મળી તેમના પરિશ્રમ, સમર્પણ અને શૈક્ષણિક યાત્રાની યાદગાર પળોને ઉજવી.