New Delhi તા.25
અત્રે રિઠાલા મેટ્રો સ્ટેશન પાસે મંગળવારે સાંજે એક ત્રણ માળની પોલિથીન ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ત્રણ લોકોના મોત થયા હતા, જયારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પોલીથીનની ફેકટરીમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આગના આ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા, જયારે ત્રણ ઘાયલ થયા હતા.
ઘટના સ્થળે હાજર અન્ય લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી, આગ લાગવાનું કારણ બહાર નથી આવ્યું. આગથી ફેકટરીમાં લાખોનો સામાન ખાખ થઈ ગયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.