Dubai,તા.૧૫
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના દુબઈ શહેરના મરિનામાં ૬૭ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. દુબઈ મીડિયા ઓફિસે આ માહિતી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર,મોડી રાત્રે ઇમારતમાં આગ લાગ્યા બાદ મરિના પિનેકલના ૭૬૪ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ૩,૮૨૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
૬૭ માળની ઇમારતમાં આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આગ નીચેથી ઇમારતની ટોચ તરફ આગળ વધી રહી હોય તેવું દેખાય છે. ઇમારતમાંથી ધુમાડાના કાળા ગોટા નીકળી રહ્યા છે. ઇમારતમાં આગ જોનારા દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયા.
ખાલીજ ટાઇમ્સ અખબારના અહેવાલ મુજબ, દુબઈ સિવિલ ડિફેન્સની ટીમોએ છ કલાકની મહેનત પછી ઇમારતમાં આગ પર કાબુ મેળવ્યો. ડીએમઓએ જણાવ્યું હતું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકો માટે કામચલાઉ રહેઠાણની વ્યવસ્થા કરવા માટે ઇમારતના ડેવલપર સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને તેમની સલામતી અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ડીએમઓએ જણાવ્યું હતું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકો માટે કામચલાઉ રહેઠાણની વ્યવસ્થા કરવા માટે ઇમારતના ડેવલપર સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને તેમની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ સાથે, ડીએમઓએ જણાવ્યું હતું કે ખાસ એકમોએ મરિના પિનેકલના ૭૬૪ એપાર્ટમેન્ટમાંથી તમામ ૩,૮૨૦ લોકોને કોઈપણ ઇજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
તમને જણાવી દઈએ કે મરિના પિનેકલ, જેને ટાઇગર ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં પહેલા પણ આગ લાગી છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, મે ૨૦૧૫ માં, ૪૭મા માળે રસોડામાં આગ લાગી હતી, જે દુબઈ સિવિલ ડિફેન્સ દ્વારા કાબુમાં લેવામાં આવે તે પહેલાં ૪૮મા માળે ફેલાઈ ગઈ હતી.