એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.161 અને ચાંદીમાં રૂ.274નો સુધારોઃ ક્રૂડ તેલ રૂ.60 નરમ
નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદામાં ઘટાડોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.7644.56 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85740.86 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4689.05 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18845 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93386.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7644.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85740.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18845 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.738.47 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4689.05 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.77082ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77318 અને નીચામાં રૂ.76904ના મથાળે અથડાઈ, રૂ.77136ના આગલા બંધ સામે રૂ.161 વધી રૂ.77297ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.151 વધી રૂ.62200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.7720ના ભાવ થયા હતા. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.168 વધી રૂ.76760ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91013ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91415 અને નીચામાં રૂ.90750ના મથાળે અથડાઈ, રૂ.91001ના આગલા બંધ સામે રૂ.274 વધી રૂ.91275ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.274 વધી રૂ.91313ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.279 વધી રૂ.91330ના ભાવે બોલાયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1034.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.1.65 ઘટી રૂ.813.05ના ભાવ થયા હતા. જ્યારે જસત ડિસેમ્બર વાયદો 60 પૈસા ઘટી રૂ.287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.4 ઘટી રૂ.243.25ના ભાવ થયા હતા. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.179.35ના ભાવ સ્થિર રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1949.45 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6017ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6030 અને નીચામાં રૂ.5980ના મથાળે અથડાઈ, રૂ.6042ના આગલા બંધ સામે રૂ.60 ઘટી રૂ.5982ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.55 ઘટી રૂ.5980ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.10.1 ઘટી રૂ.269.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.9.9 ઘટી રૂ.269.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.930.1ના ભાવે ખૂલી, રૂ.2.8 વધી રૂ.931.6ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.160 ઘટી રૂ.54600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2974.54 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.1714.51 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.604.80 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.165.57 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.25.03 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.239.03 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.700.25 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1249.19 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.82 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.5.02 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14593 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 37390 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7842 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 105238 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 29028 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 46661 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 162067 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15591 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23350 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18750 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18849 પોઈન્ટના સ્તર અને નીચામાં 18750 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 26 પોઈન્ટ વધી 18845 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.41.3 ઘટી રૂ.19.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.7 ઘટી રૂ.10.9ના ભાવ થયા હતા.
સોનું ડિસેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.659.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.134 વધી રૂ.1565ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.26 ઘટી રૂ.3.37ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 97 પૈસા ઘટી રૂ.1.58ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.41.4 ઘટી રૂ.20.35ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.35 ઘટી રૂ.11.05ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.71 વધી રૂ.600.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.178 વધી રૂ.3389ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.1 વધી રૂ.37ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.5 વધી રૂ.11.8ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22 ઘટી રૂ.434.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.13 ઘટી રૂ.4.85ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 85 પૈસા ઘટી રૂ.1.85ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.11.8 વધી રૂ.37.05ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.5 વધી રૂ.11.85ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.52.5 ઘટી રૂ.380ના ભાવે બોલાયો હતો.