એમસીએક્સ પર કોટન–ખાંડી વાયદાના ભાવમાં રૂ.260ની નરમાઈઃ મેન્થા તેલનો વાયદો પણ ઘટ્યો
સોનાનો વાયદો રૂ.446 અને ચાંદીનો વાયદો રૂ.1,331 ઊછળ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.45ની નરમાઈઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.8,597 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.39,853 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.2.49 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.48,453 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,597.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.39853.21 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,397 અને નીચામાં રૂ.70,100ના મથાળે અથડાઈ, રૂ.446 વધી રૂ.70,100ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.392 વધી રૂ.56,742 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.6,945ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.638 વધી રૂ.70,050ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.83,702ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.84,157 અને નીચામાં રૂ.83,500ના મથાળે અથડાઈ, રૂ.1,331 વધી રૂ.83,925ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,245 વધી રૂ.83,938 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,250 વધી રૂ.83,935 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.791.75ના ભાવે ખૂલી, રૂ.6.15 વધી રૂ.796.45 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.212.60 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.186ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.213.95 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.186.55 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.2.20 વધી રૂ.252.80 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,451ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,481 અને નીચામાં રૂ.6,387ના મથાળે અથડાઈ, રૂ.45 ઘટી રૂ.6,391 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.43 ઘટી રૂ.6,399 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.167ના ભાવે ખૂલી, રૂ.2.70 ઘટી રૂ.166.10 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 2.8 ઘટી 166.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,530 અને નીચામાં રૂ.56,530ના મથાળે અથડાઈ, રૂ.260 ઘટી રૂ.56,530ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.1,006 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,858.91 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,114.06 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.414.95 કરોડનાં 13,864 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.910.56 કરોડનાં 59,787 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.80.74 કરોડનાં 1,426 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.29.88 કરોડનાં 500 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.854.98 કરોડનાં 4,298 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.310.88 કરોડનાં 4,592 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..27 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.22.08 કરોડનાં 612 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.2.49 કરોડનાં 28 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 106 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,700 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,780 અને નીચામાં 17,700 બોલાઈ, 80 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 161 પોઈન્ટ વધી 17,765 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.39853.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.129.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.145.70 અને નીચામાં રૂ.110ના મથાળે અથડાઈ, રૂ.9.90 ઘટી રૂ.112.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.70 ખૂલી, ઉપરમાં રૂ.6.60 અને નીચામાં રૂ.5.25 રહી, અંતે રૂ.0.85 ઘટી રૂ.5.70 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.264ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.309.50 અને નીચામાં રૂ.254.50ના મથાળે અથડાઈ, રૂ.46 વધી રૂ.273 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.947.50 ખૂલી, ઊપરમાં રૂ.1,055.50 અને નીચામાં રૂ.834.50 રહી, અંતે રૂ.251.50 વધી રૂ.984.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.85,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,578ના ભાવે ખૂલી, રૂ.532 વધી રૂ.1,802 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.84,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,706.50ના ભાવે ખૂલી, રૂ.609.50 વધી રૂ.2,109.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.13.70 ઘટી રૂ.157.50 નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.170 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.9.40 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.120.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.156.90 અને નીચામાં રૂ.112.90ના મથાળે અથડાઈ, રૂ.29.50 વધી રૂ.154.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.150 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.15 ખૂલી, ઉપરમાં રૂ.4.75 અને નીચામાં રૂ.3.75 રહી, અંતે રૂ.0.75 વધી રૂ.4.40 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.742ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.747.50 અને નીચામાં રૂ.630ના મથાળે અથડાઈ, રૂ.184.50 ઘટી રૂ.674 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.900 ખૂલી, ઊપરમાં રૂ.900 અને નીચામાં રૂ.700 રહી, અંતે રૂ.233.50 ઘટી રૂ.796.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.828.50ના ભાવે ખૂલી, રૂ.319 ઘટી રૂ.733 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.84,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,450ના ભાવે ખૂલી, રૂ.572 ઘટી રૂ.2,200.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.34 વધી રૂ.160.75 થયો હતો.