એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ સોનાના વાયદામાં રૂ.117 અને ચાંદીના વાયદામાં રૂ.1,275નો ઘટાડો
કોમોડિટી વાયદાઓમાં રૂ.21835.88 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.87334.71 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.18265.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23095 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.109173.63 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21835.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.87334.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23095 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1265.38 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18265.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.99202ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99565 અને નીચામાં રૂ.98675ના મથાળે અથડાઈ, રૂ.99537ના આગલા બંધ સામે રૂ.117 ઘટી રૂ.99420ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.79694ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.9971 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.141 ઘટી રૂ.98904ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.99012ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99480 અને નીચામાં રૂ.98470ના મથાળે અથડાઈ, રૂ.99258ના આગલા બંધ સામે રૂ.191 ઘટી રૂ.99067 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.108161ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.108444 અને નીચામાં રૂ.106911ના મથાળે અથડાઈ, રૂ.108566ના આગલા બંધ સામે રૂ.1275 ઘટી રૂ.107291 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1241 ઘટી રૂ.106975ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1269 ઘટી રૂ.106923 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2466.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.6360ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6467 અને નીચામાં રૂ.6350ના સ્તરને સ્પર્શી, રૂ.6334ના આગલા બંધ સામે રૂ.126 વધી રૂ.6460ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.131 વધી રૂ.6458ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.8 વધી રૂ.346.4 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.1.8 વધી રૂ.346.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.922.9ના ભાવે ખૂલી, રૂ.2.5 ઘટી રૂ.920 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.150 ઘટી રૂ.53000 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.11827.47 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.6437.85 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.616.46 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.212.13 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.29.11 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.257.09 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.1144.51 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1321.70 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.2.63 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16367 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 46361 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12674 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 162756 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 20091 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22465 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 45735 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 175180 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11239 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26221 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 23500 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23500 પોઇન્ટના સ્તર અને નીચામાં 22955 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 48 પોઇન્ટ ઘટી 23095 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.44.2 વધી રૂ.489.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ.7.5ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.117 ઘટી રૂ.965.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.366.5 ઘટી રૂ.570 થયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.47 ઘટી રૂ.6ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 30 પૈસા ઘટી રૂ.1.22 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.47.05 વધી રૂ.457.3ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.345ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા વધી રૂ.9.85 થયો હતો. સોનું-મિની જૂન રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.122.5 ઘટી રૂ.963ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.204.5 ઘટી રૂ.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.56.1 ઘટી રૂ.457.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.6.55 થયો હતો.
સોનું જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.60 ઘટી રૂ.562.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.313.5 વધી રૂ.1136ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા ઘટી રૂ.3.41 થયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 49 પૈસા વધી રૂ.4.3 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.54.85 ઘટી રૂ.460.75ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.6.65ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.77.5 ઘટી રૂ.529ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.55 ઘટી રૂ.72.5 થયો હતો.