એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ.1,11,750ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ સોનાના વાયદામાં રૂ.833નો ઉછાળો
ક્રૂડ તેલના વાયદામાં રૂ.54 અને કોટન–ખાંડી વાયદામાં રૂ.1,700ની તેજીઃ મેન્થા તેલમાં નરમાઇઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.23323.48 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92810.83 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 19899.16 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22853 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.116138.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23323.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92810.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22853 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1270.68 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19899.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97252ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97548 અને નીચામાં રૂ.97151ના મથાળે અથડાઈ, રૂ.96691ના આગલા બંધ સામે રૂ.833ના ઉછાળા સાથે રૂ.97524 થયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.482ની તેજી સાથે રૂ.78336 થયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.9838ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.777ના ઉછાળા સાથે રૂ.97455ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97300ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97745 અને નીચામાં રૂ.97215ના સ્તરને સ્પર્શી, રૂ.96904ના આગલા બંધ સામે રૂ.753ની તેજી સાથે રૂ.97657ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.109333ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.111750ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.109333 સુધા જઇ, રૂ.109123ના આગલા બંધ સામે રૂ.2214ના જંગી ઉછાળા સાથે રૂ.111337 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.2134 ઊછળી રૂ.111081 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.2151 ઊછળી રૂ.111091 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1926.29 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4443ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4484 અને નીચામાં રૂ.4420ના સ્તરને સ્પર્શી, રૂ.11ના સુધારા સાથે રૂ.4450 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5748ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5776 અને નીચામાં રૂ.5716ના સ્તરને સ્પર્શી, રૂ.5718ના આગલા બંધ સામે રૂ.54 વધી રૂ.5772ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.55 વધી રૂ.5774ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3 વધી રૂ.288.5ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.3.2 વધી રૂ.288.6 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.908ના ભાવે ખૂલી, રૂ.2 ઘટી રૂ.904ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.1700ના ઉછાળા સાથે રૂ.56650ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10232.14 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 9667.01 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 877.93 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 179.27 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 11.96 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 339.00 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 29.36 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 501.61 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1395.32 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.51 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.47 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15325 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 45069 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15914 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 220860 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 19365 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 21626 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 45635 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 179306 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 609 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 16880 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 36032 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22757 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22881 પોઇન્ટના સ્તર અને નીચામાં 22757 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 243 પોઇન્ટ વધી 22853 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.23.2 વધી રૂ.98.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.2 વધી રૂ.12.8ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.280.5 વધી રૂ.894 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1381.5 વધી રૂ.3306 થયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.61 ઘટી રૂ.4.28ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા ઘટી રૂ.2.34ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.20.8 ઘટી રૂ.77.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.45 ઘટી રૂ.14.55 થયો હતો.
સોનું જુલાઈ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.390 ઘટી રૂ.910 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.915 ઘટી રૂ.1923.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.36 વધી રૂ.10.2ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 32 પૈસા વધી રૂ.3.19 થયો હતો.