એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ.1,16,551ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ સોનાના વાયદામાં રૂ.24ની નરમાઇ
ક્રૂડ તેલનો વાયદો રૂ.26 ઘટ્યોઃ કોટન–ખાંડી વાયદામાં રૂ.340નો ઉછાળોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16063 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.111295 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.13607 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23660 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.127360.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16063.82 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.111295.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 23660 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.946.76 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13607.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.100453ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100555 અને નીચામાં રૂ.100060ના મથાળે અથડાઈ, રૂ.100329ના આગલા બંધ સામે રૂ.24 ઘટી રૂ.100305ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.279 વધી રૂ.80220ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.10049ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.100166ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.100147ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100388 અને નીચામાં રૂ.99834ના મથાળે અથડાઈ, રૂ.100112ના આગલા બંધ સામે રૂ.5 વધી રૂ.100117ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.116204ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.116551ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.115730 સુધી જઇ, રૂ.115655ના આગલા બંધ સામે રૂ.634 વધી રૂ.116289ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.615 વધી રૂ.115950ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.616 વધી રૂ.115960 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1261.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4485ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4495 અને નીચામાં રૂ.4485ના સ્તરને સ્પર્શી, રૂ.6 વધી રૂ.4489ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.5675ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5684 અને નીચામાં રૂ.5608ના મથાળે અથડાઈ, રૂ.5646ના આગલા બંધ સામે રૂ.26 ઘટી રૂ.5620 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.25 ઘટી રૂ.5624 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.6 ઘટી રૂ.278.4ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.2.6 ઘટી રૂ.278.5 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.899ના ભાવે ખૂલી, રૂ.5.7 વધી રૂ.898 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.340 વધી રૂ.56190ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.9757.32 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3850.30 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.812.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.111.62 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.24.40 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.214.71 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.4.36 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.397.58 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.859.93 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.8.17 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.47 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21619 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 51440 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10013 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 135528 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15147 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22053 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47890 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 185803 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 811 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 13530 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 32871 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 23580 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23674 પોઇન્ટના સ્તર અને નીચામાં 23580 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 80 પોઇન્ટ વધી 23660 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.7.5 ઘટી રૂ.153.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.7 ઘટી રૂ.5 થયો હતો.
સોનું જુલાઈ રૂ.101000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2.5 ઘટી રૂ.306 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.116000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.286.5 વધી રૂ.1500 થયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા ઘટી રૂ.2.76ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 4 પૈસા વધી રૂ.0.06 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.8 વધી રૂ.178.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા વધી રૂ.6.6ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.170ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.254.5 ઘટી રૂ.819ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.73 ઘટી રૂ.3.3 થયો હતો. જસત જુલાઈ રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 6 પૈસા વધી રૂ.0.1ના ભાવે બોલાયો હતો.