ચાંદીના વાયદામાં રૂ.1464નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.236ની તેજીઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.62 લપસ્યો
કોમોડિટી વાયદાઓમાં રૂ.14665 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.106420 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.10939 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23424 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.121088.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14665.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.106420.94 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23424 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1172.41 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10939.01 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.100263ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100550 અને નીચામાં રૂ.100123ના સ્તરને સ્પર્શી, રૂ.100157ના આગલા બંધ સામે રૂ.236 વધી રૂ.100393ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.156 વધી રૂ.80378ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.10061 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.224 વધી રૂ.99844ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.99757ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100126 અને નીચામાં રૂ.99741ના મથાળે અથડાઈ, રૂ.99737ના આગલા બંધ સામે રૂ.223 વધી રૂ.99960ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.114199ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.115468 અને નીચામાં રૂ.114199ના સ્તરને સ્પર્શી, રૂ.113737ના આગલા બંધ સામે રૂ.1464 વધી રૂ.115201ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.1436 વધી રૂ.114898 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.1417 વધી રૂ.114870ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2204.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4452ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4453 અને નીચામાં રૂ.4449ના સ્તરને સ્પર્શી, કોઈ ફેરફાર વગર રૂ.4451 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.5541ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5557 અને નીચામાં રૂ.5473ના સ્તરને સ્પર્શી, રૂ.5548ના આગલા બંધ સામે રૂ.62 ઘટી રૂ.5486ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.64 ઘટી રૂ.5487 થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ 50 પૈસા ઘટી રૂ.244.2 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 60 પૈસા ઘટી રૂ.244.2ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.1002ના ભાવે ખૂલી, રૂ.24.3 ઘટી રૂ.985.3 થયો હતો. એલચી ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.2469ના ભાવે ખૂલી, રૂ.19 ઘટી રૂ.2450ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5776.10 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.5162.92 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.988.54 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.85.75 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.29.48 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.162.65 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.8.17 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.818.53 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1378.23 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.14.22 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.66 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14047 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 48268 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11240 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 195117 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 16492 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18995 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 42840 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 163443 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 562 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 22746 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 55573 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23365 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23686 પોઇન્ટના સ્તર અને નીચામાં 23365 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 160 પોઇન્ટ વધી 23424 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.40.2 ઘટી રૂ.56.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.8.7ના ભાવે બોલાયો હતો.
સોનું ઓગસ્ટ રૂ.101000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.59.5 વધી રૂ.965ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.683 વધી રૂ.2135.5 થયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 11 પૈસા ઘટી રૂ.4.2ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 27 પૈસા ઘટી રૂ.2.94 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.5 વધી રૂ.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.8.6 થયો હતો.
સોનું ઓગસ્ટ રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.91.5 ઘટી રૂ.648 થયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.114000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.653.5 ઘટી રૂ.1459.5ના ભાવે બોલાયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 9 પૈસા ઘટી રૂ.5.75ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 4 પૈસા ઘટી રૂ.2.52ના ભાવે બોલાયો હતો.