ચાંદીના વાયદાએ ફરી નવી ટોચ બનાવીઃ સોનાના વાયદામાં રૂ.407ની તેજીઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.1 ઢીલો
કોમોડિટી વાયદાઓમાં રૂ.28589.43 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52889.74 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 24507.96 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26789 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.81479.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28589.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52889.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26789 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1253.12 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24507.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.112625ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.113160 અને નીચામાં રૂ.112511ના સ્તરને સ્પર્શી, રૂ.112629ના આગલા બંધ સામે રૂ.407 વધી રૂ.113036ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.159 વધી રૂ.90778ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.11386 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.293 વધી રૂ.112899ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.113026ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.113654 અને નીચામાં રૂ.112959ના સ્તરને સ્પર્શી, રૂ.113026ના આગલા બંધ સામે રૂ.226 વધી રૂ.113252ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.136876ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138184ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.136504ના મથાળે અથડાઈ, રૂ.137056ના આગલા બંધ સામે રૂ.794 વધી રૂ.137850ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.807 વધી રૂ.137859ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.875 વધી રૂ.137860ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2341.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3678ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3678 અને નીચામાં રૂ.3651ના મથાળે અથડાઈ, રૂ.11 ઘટી રૂ.3667ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5788ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5813 અને નીચામાં રૂ.5745ના સ્તરને સ્પર્શી, રૂ.5773ના આગલા બંધ સામે રૂ.1 ઘટી રૂ.5772 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.2 વધી રૂ.5775ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.5 વધી રૂ.287.9 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.4.5 વધી રૂ.288ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.967.7ના ભાવે ખૂલી, રૂ.1.7 ઘટી રૂ.957.2ના સ્તરે પહોંચ્યો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2639ના ભાવે ખૂલી, રૂ.14 ઘટી રૂ.2540ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13565.20 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 10942.76 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1120.20 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 113.22 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 17.54 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 428.81 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16858 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 54508 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20172 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 268097 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 22614 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20310 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 49059 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 163437 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1883 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12353 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34559 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26745 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 26789 પોઇન્ટના સ્તર અને નીચામાં 26743 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 113 પોઇન્ટ વધી 26789 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.9.2 વધી રૂ.182.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 વધી રૂ.17.2ના ભાવે બોલાયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.119000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.53.5 વધી રૂ.811.5 થયો હતો. આ સામે ચાંદી ઓક્ટોબર રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.397.5 વધી રૂ.3798 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.950ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.48 ઘટી રૂ.13.85ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.4 ઘટી રૂ.4 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.10.1 વધી રૂ.184.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.5 વધી રૂ.17.25 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.160.5 વધી રૂ.2580 થયો હતો. ચાંદી-મિની ઓક્ટોબર રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.371.5 વધી રૂ.3699ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.5 વધી રૂ.163ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 ઘટી રૂ.14.3 થયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.45.5 ઘટી રૂ.1820.5 થયો હતો. આ સામે ચાંદી ઓક્ટોબર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.143 ઘટી રૂ.560 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.940ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.62 વધી રૂ.21.39ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 1 પૈસા ઘટી રૂ.1.39ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.4200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 90 પૈસા વધી રૂ.8.45ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.3 ઘટી રૂ.19.05 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.2015.5ના ભાવે બોલાયો હતો.