સોના–ચાંદીના વાયદામાં વણથંભી તેજીઃ સોનાનો વાયદો રૂ.393 અને ચાંદીનો વાયદો રૂ.3,700 ઊછળ્યો
ક્રૂડ તેલના વાયદામાં રૂ.32ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.44533.43 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.278919.16 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 32992.85 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34673 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.323471.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44533.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.278919.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 34673 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2518.01 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32992.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.138166ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138676 અને નીચામાં રૂ.138085ના સ્તરને સ્પર્શી, રૂ.137885ના આગલા બંધ સામે રૂ.393 વધી રૂ.138278ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.497 વધી રૂ.110483ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.47 વધી રૂ.13810ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.449 વધી રૂ.136248ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.136671ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136893 અને નીચામાં રૂ.136266ના મથાળે અથડાઈ, રૂ.136076ના આગલા બંધ સામે રૂ.576 વધી રૂ.136652ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.221000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.224300 અને નીચામાં રૂ.221000ના મથાળે અથડાઈ, રૂ.219653ના આગલા બંધ સામે રૂ.3700 વધી રૂ.223353ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.3724 વધી રૂ.223927ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.3675 વધી રૂ.223883ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 7181.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.22.35 વધી રૂ.1162.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.1.4 વધી રૂ.306.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.2.1 વધી રૂ.286.5ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો 10 પૈસા વધી રૂ.181.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 4222.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3976ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3994 અને નીચામાં રૂ.3937ના સ્તરને સ્પર્શી, રૂ.14 વધી રૂ.3977 થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5258ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5303 અને નીચામાં રૂ.5253ના સ્તરને સ્પર્શી, રૂ.5254ના આગલા બંધ સામે રૂ.32 વધી રૂ.5286 થયો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.34 વધી રૂ.5287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.13.7 વધી રૂ.394.5 થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.14.6 વધી રૂ.394.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.939ના ભાવે ખૂલી, 60 પૈસા વધી રૂ.941.6 થયો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.980 વધી રૂ.25810ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2698ના ભાવે ખૂલી, રૂ.6 ઘટી રૂ.2683ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13583.44 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 19409.41 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 6114.05 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 237.18 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 17.52 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 812.48 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 11.92 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 361.38 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 3849.06 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.59 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17352 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 82222 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 22700 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 350693 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 37357 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17300 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 43975 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 108403 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 754 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 20588 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 38895 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 34702 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 34775 પોઇન્ટના સ્તર અને નીચામાં 34603 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 225 પોઇન્ટ વધી 34673 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.9.2 વધી રૂ.149.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.75 વધી રૂ.16.45ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.139000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.42 વધી રૂ.1218 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.229000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.116 વધી રૂ.174.5 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1170ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.15.95 વધી રૂ.42ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.69 વધી રૂ.4.6 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11.7 વધી રૂ.151.45ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.05 વધી રૂ.16.6 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.136000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.123 વધી રૂ.1287ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ડિસેમ્બર રૂ.230000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.143 વધી રૂ.181.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.24.3 ઘટી રૂ.168.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.65 ઘટી રૂ.32.65ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.138000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.252.5 ઘટી રૂ.1450 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.220000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2162.5 ઘટી રૂ.408 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.4.58 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.5250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.23.1 ઘટી રૂ.145 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.95 ઘટી રૂ.32.6 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.136000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.305 ઘટી રૂ.1019.5 થયો હતો. ચાંદી-મિની ડિસેમ્બર રૂ.220000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1969.5 ઘટી રૂ.414ના ભાવે બોલાયો હતો.

