એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.282 અને ચાંદીમાં રૂ.660ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.26 નરમ
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12,043 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,612 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.1.74 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-45 વાગ્યે રૂ.51,656.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,043.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39612.04 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,426ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,535 અને નીચામાં રૂ.68,365 ના મથાળે અથડાઈ, રૂ.282 વધી રૂ.68,468ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.56,120 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.91 વધી રૂ.6,811ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.265 વધી રૂ.68,438ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,711ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,314 અને નીચામાં રૂ.81,681 ના મથાળે અથડાઈ, રૂ.660 વધી રૂ.82,031 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.627 વધી રૂ.82,109 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.608 વધી રૂ.82,089 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.791.30ના ભાવે ખૂલી, રૂ.8.20 ઘટી રૂ.780.40 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.65 ઘટી રૂ.208.70 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.195ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.209.75 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.187.45 જસત-મિની જુલાઈ વાયદો રૂ.1.85 ઘટી રૂ.256.85 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,479ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,519 અને નીચામાં રૂ.6,421 ના મથાળે અથડાઈ, રૂ.26 ઘટી રૂ.6,452 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.25 ઘટી રૂ.6,454 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.0.90 ઘટી રૂ.172.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 0.9 ઘટી 173.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.940 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6,350.92 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,105.07 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.397.70 કરોડનાં 13,437 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.979.37 કરોડનાં 62,318 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.114.67 કરોડનાં 1,849 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.44.59 કરોડનાં 755 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.880.93 કરોડનાં 4,440 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.197.38 કરોડનાં 3,081 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.7.34 કરોડનાં 211 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.1.74 કરોડનાં 20 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 133 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,350 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,380 અને નીચામાં 17,350 બોલાઈ, 30 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 89 પોઈન્ટ વધી 17,372 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 39612.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.201.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.228.20 અને નીચામાં રૂ.172.30 ના મથાળે અથડાઈ, રૂ.16.40 ઘટી રૂ.185.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10 ખૂલી, ઉપરમાં રૂ.10.70 અને નીચામાં રૂ.8.10 રહી, અંતે રૂ.0.70 ઘટી રૂ.8.85 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.815ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.841 અને નીચામાં રૂ.775 ના મથાળે અથડાઈ, રૂ.64 વધી રૂ.777 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.499 ખૂલી, ઊપરમાં રૂ.526.50 અને નીચામાં રૂ.480 રહી, અંતે રૂ.57.50 વધી રૂ.504 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.82,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,236.50ના ભાવે ખૂલી, રૂ.260.50 વધી રૂ.2,300 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.83,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,799.50ના ભાવે ખૂલી, રૂ.221 વધી રૂ.1,863.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.11.35 ઘટી રૂ.192 નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.175 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.11.10 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.78.60 અને નીચામાં રૂ.60.60 ના મથાળે અથડાઈ, રૂ.4.60 વધી રૂ.70.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.175 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.75 ખૂલી, ઉપરમાં રૂ.14.55 અને નીચામાં રૂ.11.40 રહી, અંતે રૂ.0.85 વધી રૂ.13.85 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,323ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,336.50 અને નીચામાં રૂ.1,243 ના મથાળે અથડાઈ, રૂ.129 ઘટી રૂ.1,323.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.790 ખૂલી, ઊપરમાં રૂ.790 અને નીચામાં રૂ.638 રહી, અંતે રૂ.95.50 ઘટી રૂ.716 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.418ના ભાવે ખૂલી, રૂ.31 ઘટી રૂ.399.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.81,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,951ના ભાવે ખૂલી, રૂ.315.50 ઘટી રૂ.1,635 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.15.20 વધી રૂ.140.55 થયો હતો.