ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા…
સોનાના વાયદામાં રૂ.5,055 અને ચાંદીના વાયદામાં રૂ.10,399નો મન્થલી ઉછાળોઃ ક્રૂડ તેલ વાયદો રૂ.319 લપસ્યો
એમસીએક્સ પર મહિનાના અંતે કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નોંધાયું રૂ.12,17,717 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવરઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું મન્થલી ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.378616.05 કરોડનાં મન્થલી ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24293 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 29 ઓગસ્ટના મહિના દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.8016292.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24293 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.76618.4 કરોડનું થયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મહિનાના અંતે 29 ઓગસ્ટ, 2025ને શુક્રવારના રોજ એમસીએક્સ પર રૂ.12,17,717.28 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવર નોંધાયું હતું. આ અગાઉ 25 જુલાઇ, 2025ના રોજ રૂ.7,18,957 કરોડનાં રેકોર્ડ કામકાજ નોંધાયાં હતાં. 29 ઓગસ્ટના રેકોર્ડ ટર્નઓવરમાં કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.11,59,409.19 કરોડનાં ઉચ્ચત્તમ કામકાજ થયાં હતાં.
સમીક્ષા હેઠળના મહિના દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.378616.05 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.98702ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.104090ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.98292ના સ્તરે બોલાઇ, રૂ.98769ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.5055ના ઉછાળા સાથે રૂ.103824ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો મહિનાના અંતે 8 ગ્રામદીઠ રૂ.3619 ઊછળી રૂ.83234ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.426 ઊછળી મહિનાના અંતે રૂ.10412 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.4806ની તેજી સાથે રૂ.103164ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.98999ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.104095 અને નીચામાં રૂ.98580ના મથાળે અથડાઈ, રૂ.99060ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.4770ની વૃદ્ધિ સાથે રૂ.103830 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.109854ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.120900ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.109113ના સ્તરને અથડાઈ, રૂ.109972ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.10399ના ઉછાળા સાથે રૂ.120371ના ભાવે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો મહિનાના અંતે રૂ.9812 ઊછળી રૂ.121624ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.9843ની તેજી સાથે મહિનાના અંતે રૂ.121606ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.13042.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો મહિનાના અંતે રૂ.19.5 વધી રૂ.900.45ના સ્તરે પહોંચ્યો હતો. જસત સપ્ટેમ્બર વાયદો રૂ.4.85 વધી મહિનાના અંતે રૂ.271.3 થયો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો મહિનાના અંતે રૂ.3.7 વધી રૂ.255.2ના ભાવે બંધ થયો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.1.45 વધી મહિનાના અંતે રૂ.181.8ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.45023.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4614ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4621 અને નીચામાં રૂ.4234ના સ્તરને સ્પર્શી, મહિનાના અંતે રૂ.292 ઘટી રૂ.4320ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે બેરલદીઠ રૂ.5857ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6022 અને નીચામાં રૂ.5389ના મથાળે અથડાઈ, રૂ.5973ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.319ના ભાવઘટાડા સાથે રૂ.5654 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.321 ઘટી મહિનાના અંતે રૂ.5656ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.16.8 ઘટી રૂ.264 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો મહિનાના અંતે રૂ.17 ઘટી રૂ.263.9ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો મહિનાના અંતે કિલોદીઠ રૂ.40.6ના ઉછાળા સાથે રૂ.978.6 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ રૂ.2650ના ભાવે ખૂલી, મહિનાના અંતે રૂ.293 ઘટી રૂ.2407 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના ઓગસ્ટ મહિના દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.251815.88 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.126800.17 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.7590.57 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2214.63 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.301.20 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2935.63 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.76.71 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.12724.39 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.32222.88 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.68.00 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.13.65 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ મહિનાના અંતે સોનાના વાયદાઓમાં 16774 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 9011 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11601 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 109900 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 10923 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 2012 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 30433 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 110403 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 301 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11501 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 24869 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 23478 પોઇન્ટના સ્તરે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 24325 પોઇન્ટના સ્તર અને નીચામાં 23130 પોઇન્ટના સ્તરને સ્પર્શી, મહિનાના અંતે 1196 પોઇન્ટ ઊછળી 24293 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.