સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદામાં રૂ.12,408 અને ચાંદીના વાયદામાં રૂ.20,272નો જંગી ઉછાળો
ક્રૂડ તેલનો વાયદો રૂ.50 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12,30,710 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.99,40,492 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.9,99,328 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27396 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 30 સપ્ટેમ્બર મહિના દરિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.11171274.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.1230710.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.9940492.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27396 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.103643.79 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્ટેમ્બર મહિના દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9,99,328.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.105224ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.117788ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.105224ના મથાળે અથડાઈ, રૂ.104857ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.12408ના જંગી ઉછાળા સાથે રૂ.117265 થયો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.10387 ઊછળી રૂ.94104ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.1277 ઊછળી રૂ.11746ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.104456ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.117777 અને નીચામાં રૂ.104456ના સ્તરને સ્પર્શી, રૂ.104360ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.12501ની તેજી સાથે રૂ.116861ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ રૂ.122493ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.144330ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.122493ના સ્તરને સ્પર્શી, રૂ.121873ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.20272ના જંગી ઉછાળા સાથે રૂ.142145ના ભાવે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.20762ની તેજી સાથે રૂ.142386ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.20755ની તેજી સાથે રૂ.142361 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1,74,238.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4210ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4210 અને નીચામાં રૂ.3488ના સ્તરને સ્પર્શી, રૂ.649 ઘટી રૂ.3751ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે બેરલદીઠ રૂ.5607ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5903 અને નીચામાં રૂ.5413ના સ્તરને સ્પર્શી, રૂ.5619ના આગલા બંધ સામે મહિનાના અંતે રૂ.50 ઘટી રૂ.5569 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.50 ઘટી રૂ.5571ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3 વધી રૂ.296.1ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.2.8 વધી રૂ.295.9 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં રૂ.222.26 કરોડનાં કામકાજ થયાં હતાં. મેન્થા તેલ ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ રૂ.985ના ભાવે ખૂલી, રૂ.24.6 ઘટી રૂ.965.1 થયો હતો. એલચી ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ રૂ.2380ના ભાવે ખૂલી, રૂ.105 વધી રૂ.2492ના ભાવે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્ટેમ્બર મહિના દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.566643.49 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.432684.88 કરોડનાં કામકાજ થયાં હતાં. ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.86.90 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.36124.63 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.136902.42 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.196.40 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.25.85 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ મહિનાના અંતે સોનાના વાયદાઓમાં 15010 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8361 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 114370 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 10085 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20160 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44160 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 119296 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1016 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 10829 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21766 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે 25060 પોઇન્ટના સ્તરે ખૂલી, મહિના દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 27700 પોઇન્ટના સ્તર અને નીચામાં 24989 પોઇન્ટના સ્તરને સ્પર્શી, મહિનાના અંતે 2835 પોઇન્ટના ઉછાળા સાથે 27396 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.