સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.305નો ઘટાડોઃ ચાંદીના વાયદામાં રૂ.339ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.99ની તેજી
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મિશ્ર વલણઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.176181.78 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1477213.81 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.128098.56 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સનો જુલાઈ વાયદો 22591 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 27 જૂનથી 3 જુલાઇના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1653415.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.176181.78 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1477213.81 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22591 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.18701.79 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.128098.56 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.96261ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.97780 અને નીચામાં રૂ.94951ના મથાળે અથડાઈ, રૂ.97087ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.305 ઘટી રૂ.96782 થયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.338 ઘટી રૂ.77976ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.9795ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.307 ઘટી રૂ.96801ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.97201ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.97991 અને નીચામાં રૂ.95366ના મથાળે અથડાઈ, રૂ.97321ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.281 ઘટી રૂ.97040 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.107665ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.108730 અને નીચામાં રૂ.105380ના મથાળે અથડાઈ, રૂ.107897ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.339 વધી રૂ.108236ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.329 વધી સપ્તાહના અંતે રૂ.108079 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.353 વધી રૂ.108085ના ભાવે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.11272.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.2.85 વધી રૂ.898.85 થયો હતો. જસત જુલાઈ વાયદો રૂ.2.55 ઘટી સપ્તાહના અંતે રૂ.257.45ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.1 વધી રૂ.249.15ના ભાવે બોલાયો હતો. સીસું જુલાઈ વાયદો 85 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.181.4ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.36792.91 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5619ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5787 અને નીચામાં રૂ.5528ના મથાળે અથડાઈ, રૂ.5625ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.99 વધી રૂ.5724ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.97 વધી રૂ.5725ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.8.4 ઘટી સપ્તાહના અંતે રૂ.292.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.8.3 ઘટી રૂ.292.6ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.922ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.3 ઘટી રૂ.920.6ના ભાવે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન, સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.88281.08 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.39817.49 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.8134.18 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.966.02 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.195.71 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.1977.04 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.7454.13 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.29338.78 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.16.11 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 12083 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34577 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9235 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 116918 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 10784 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16318 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 30219 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 104298 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11893 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 24346 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22481 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22748 પોઇન્ટના સ્તર અને નીચામાં 22200 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 13 પોઇન્ટ ઘટી 22591 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.