સોના–ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.91 નરમ, ચાંદીમાં રૂ.887નો ઉછાળો
કોમોડિટી વાયદાઓમાં રૂ.138519 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.965187 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સપ્તાહ દરમિયાન સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.92832 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22610 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 4થી 10 જુલાઇના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1103718.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.138519.85 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.965187.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22610 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.17064.95 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.92832.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.96735ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97330 અને નીચામાં રૂ.95802ના મથાળે અથડાઈ, રૂ.96782ના આગલા બંધ સામે રૂ.91 ઘટી રૂ.96691ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.122 ઘટી રૂ.77854ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.9781ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.123 ઘટી રૂ.96678 થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.97128ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97465 અને નીચામાં રૂ.96101ના મથાળે અથડાઈ, રૂ.97040ના આગલા બંધ સામે રૂ.136 ઘટી રૂ.96904 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.107836ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109667 અને નીચામાં રૂ.106869ના મથાળે અથડાઈ, રૂ.108236ના આગલા બંધ સામે રૂ.887ના ઉછાળા સાથે રૂ.109123ના ભાવે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.868 વધી રૂ.108947ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.855 વધી રૂ.108940ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.13247.53 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ.13.05 ઘટી રૂ.885.8 થયો હતો. જસત જુલાઈ વાયદો રૂ.3.35 વધી રૂ.260.8 થયો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 60 પૈસા વધી રૂ.249.75ના ભાવે બોલાયો હતો. સીસું જુલાઈ વાયદો 90 પૈસા ઘટી રૂ.180.5ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.32430.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4105ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4465 અને નીચામાં રૂ.4105ના સ્તરને સ્પર્શી, રૂ.159 વધી રૂ.4439ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5714ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5914 અને નીચામાં રૂ.5580ના સ્તરને સ્પર્શી, રૂ.5724ના આગલા બંધ સામે રૂ.6 ઘટી રૂ.5718ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.6 ઘટી રૂ.5719 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.7 ઘટી રૂ.285.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.7.2 ઘટી રૂ.285.4ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.919.9ના ભાવે ખૂલી, રૂ.13.6 ઘટી રૂ.907 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.640 વધી રૂ.54950ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.55393.45 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.37438.64 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.9867.25 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.823.44 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.197.87 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2358.98 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.57.52 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.8081.16 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.24291.36 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.10 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.20 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 11957 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36435 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9152 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 115282 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 9886 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16375 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 31686 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 108797 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 434 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 10451 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 29588 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22605 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22673 પોઇન્ટના સ્તર અને નીચામાં 22400 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 19 પોઇન્ટ વધી 22610 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.