સોનાના વાયદામાં રૂ.2699 અને ચાંદીના વાયદામાં રૂ.4314નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.448 લપસ્યો
સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.174854 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1280485 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.129163 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23547 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 7 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1455352.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.174854.56 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1280485.63 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23547 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.23350.33 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.129163.91 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.98702ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.102155 અને નીચામાં રૂ.98292ના મથાળે અથડાઈ, રૂ.98769ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2699ના ઉછાળા સાથે રૂ.101468ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1754 ઊછળી રૂ.80962ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.210ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.10139ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2477ની વૃદ્ધિ સાથે સપ્તાહના અંતે રૂ.100835 થયો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.98401ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.101615 અને નીચામાં રૂ.98111ના મથાળે અથડાઈ, રૂ.98596ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2348ના ઉછાળા સાથે રૂ.100944 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.109854ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.115417 અને નીચામાં રૂ.109113ના મથાળે અથડાઈ, રૂ.109972ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.4314ના ઉછાળા સાથે રૂ.114286ના ભાવે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.4157 ઊછળી રૂ.114044ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.4113ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.113995ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.8664.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ઓગસ્ટ વાયદો રૂ.4.6 વધી રૂ.880.75ના સ્તરે બંધ થયો હતો. જસત ઓગસ્ટ વાયદો રૂ.2.95 વધી રૂ.268.5 થયો હતો. એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.2.6 વધી રૂ.253.05ના ભાવે બંધ થયો હતો. સીસું ઓગસ્ટ વાયદો રૂ.1.65 વધી રૂ.181.15ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.36991.44 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4486ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4494 અને નીચામાં રૂ.4443ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.27 ઘટી રૂ.4459ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5951ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6089 અને નીચામાં રૂ.5589ના સ્તરને સ્પર્શી, રૂ.6052ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.448 ઘટી રૂ.5604ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.446 ઘટી રૂ.5607 થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.1 ઘટી સપ્તાહના અંતે રૂ.268.7 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.3.1 ઘટી રૂ.268.7ના સ્તરે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.929.8ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.29.4 વધી રૂ.955.4 થયો હતો. એલચી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2810ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.2810 અને નીચામાં રૂ.2549ના સ્તરને સ્પર્શી, રૂ.2786ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.204 ઘટી રૂ.2582ના સ્તરે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.84219.89 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.44944.02 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.5347.50 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1086.57 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.210.79 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2019.37 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.48.67 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.12002.86 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.24939.90 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.27.36 કરોડ અને એલચીના વાયદાઓમાં રૂ.7.59 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 15765 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 37932 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5500 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 81250 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 8788 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16010 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 28021 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 89974 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 698 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12799 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34195 લોટ, મેન્થા તેલના વાયદાઓમાં 442 લોટ અને એલચીના વાયદાઓમાં 89 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 22830 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 23700 પોઇન્ટ અને નીચામાં 22780 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 662 પોઇન્ટના ઉછાળા સાથે 23547 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.