સોનાના વાયદામાં રૂ.2665 અને ચાંદીના વાયદામાં રૂ.3468નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.56 તેજ
ઇલેક્ટ્રિસિટી વાયદામાં સેંકડા ઘટ્યાઃ એલચીના વાયદામાં નરમાઇનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.166019 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1990447 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.128693 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23794 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 22થી 28 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2156487.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.166019.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1990447.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 23794 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.14752.33 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.128693.02 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.99301ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.102125 અને નીચામાં રૂ.99168ના મથાળે અથડાઈ, રૂ.99435ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2665ના ઉછાળા સાથે રૂ.102100ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1705 ઊછળી સપ્તાહના અંતે રૂ.81837ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.211ની તેજી સાથે રૂ.10240ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2446ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ.101481 થયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.99551ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.102100 અને નીચામાં રૂ.99418ના મથાળે અથડાઈ, રૂ.99632ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2443ની વૃદ્ધિ સાથે રૂ.102075 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.113743ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.117635 અને નીચામાં રૂ.113000ના સ્તરને સ્પર્શી, રૂ.113706ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3468ના ઉછાળા સાથે રૂ.117174ના સ્તરે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.3494 ઊછળી રૂ.118477ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.3476ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.118476 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.9746.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો રૂ.7.35 વધી રૂ.891.25ના સ્તરે બંધ થયો હતો. જસત સપ્ટેમ્બર વાયદો 55 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.267.2ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 80 પૈસા વધી રૂ.252.9ના ભાવે બંધ થયો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો 65 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.180.65ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.27532.28 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4378ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4390 અને નીચામાં રૂ.4234ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.104 ઘટી રૂ.4275ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5565ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5709 અને નીચામાં રૂ.5550ના સ્તરને સ્પર્શી, રૂ.5563ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.56ની વૃદ્ધિ સાથે રૂ.5619ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.55 વધી રૂ.5618 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.9 વધી સપ્તાહના અંતે રૂ.261.4 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.4.9 વધી રૂ.261.4ના સ્તરે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.970.9ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.2 વધી રૂ.968.4 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2518ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.61 ઘટી રૂ.2443 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.64691.16 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.64001.86 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.5526.26 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1794.11 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.152.37 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2261.47 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.125.06 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.4444.79 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.22962.43 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.40.03 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.8.04 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 15887 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 17765 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11240 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 106801 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 10286 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 5593 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 29018 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 100426 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 253 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11786 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27278 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 23231 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 23805 પોઇન્ટના સ્તર અને નીચામાં 23231 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 664 પોઇન્ટના ઉછાળા સાથે 23794 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.