એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.4317 અને ચાંદીના વાયદામાં રૂ.5276નો સાપ્તાહિક ધોરણે ઉછાળો
એલચીના વાયદામાં સેંકડા વધ્યાઃ મેન્થા તેલમાં સુધારોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલોઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.235519 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2084512 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.190068 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24913 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2320058.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.235519.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2084512.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24913 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.21027.07 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.190068.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.102146ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.107226 અને નીચામાં રૂ.102069ના મથાળે અથડાઈ, રૂ.102100ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.4317ના ઉછાળા સાથે રૂ.106417ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.3605 ઊછળી રૂ.85442ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.448ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.10688ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.4300 વધી રૂ.106310 થયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.102075ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.107250 અને નીચામાં રૂ.102069ના મથાળે અથડાઈ, રૂ.102075ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.4349ના ઉછાળા સાથે રૂ.106424 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.118312ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.126300 અને નીચામાં રૂ.118261ના સ્તરને સ્પર્શી, રૂ.118644ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5276ના ઉછાળા સાથે રૂ.123920ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.5314 વધી રૂ.123791ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.5311 વધી સપ્તાહના અંતે રૂ.123787 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.9263.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.8.5 વધી રૂ.899.75ના સ્તરે પહોંચ્યો હતો. જસત સપ્ટેમ્બર વાયદો રૂ.6.1 વધી સપ્તાહના અંતે રૂ.273.3ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 45 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.253.35ના ભાવે બોલાયો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 75 પૈસા વધી રૂ.181.4ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.36135.72 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4250ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4325 અને નીચામાં રૂ.3319ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.581ના ભાવઘટાડા સાથે રૂ.3694ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5628ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5825 અને નીચામાં રૂ.5541ના સ્તરને સ્પર્શી, રૂ.5619ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.8 ઘટી રૂ.5611ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.6 ઘટી રૂ.5612 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.11 વધી સપ્તાહના અંતે રૂ.272.4 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.11 વધી રૂ.272.4ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.968.8ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.24.8 વધી રૂ.993.2 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2460ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.118ના ઉછાળા સાથે રૂ.2561 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.113063.32 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.77005.30 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.5828.94 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.998.33 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.138.07 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2287.64 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.476.43 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.6638.74 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.29020.56 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.42.78 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.8.49 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 18078 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38221 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9420 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 86850 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 9648 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18681 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 31771 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 104486 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 582 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11119 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21921 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 23824 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 25088 પોઇન્ટના સ્તર અને નીચામાં 23776 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 1119 પોઇન્ટના ઉછાળા સાથે 24913 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.