સોનાના વાયદામાં રૂ.895 અને ચાંદીના વાયદામાં રૂ.1,771ની નરમાઈઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા
કોમોડિટી વાયદાઓમાં રૂ.253052.22 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2886905.15 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.184565.49 કરોડનાં સાપ્તાહિક ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28440 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 31 ઓક્ટોબરથી 6 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.3139980.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.253052.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2886905.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.8.37 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.14.83 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28440 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.27396.22 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.184565.49 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.121148ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.122325 અને નીચામાં રૂ.119150ના સ્તરને સ્પર્શી, રૂ.121508ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.895 ઘટી રૂ.120613ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.514 ઘટી રૂ.97593 થયો હતો. ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.47 ઘટી સપ્તાહના અંતે રૂ.12211 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.870 ઘટી રૂ.120587ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.121694ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.122499 અને નીચામાં રૂ.119580ના સ્તરને સ્પર્શી, રૂ.121694ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.836 ઘટી રૂ.120858ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.148140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.150000 અને નીચામાં રૂ.144000ના મથાળે અથડાઈ, રૂ.148840ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1771 ઘટી રૂ.147069ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.2621 ઘટી રૂ.148585 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.2571 ઘટી રૂ.148609ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.13009.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું નવેમ્બર વાયદો રૂ.11.7 ઘટી રૂ.1000.05ના સ્તરે પહોંચ્યો હતો. જસત નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 35 પૈસા વધી રૂ.300.65ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.1.5 વધી રૂ.271.75ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 50 પૈસા વધી રૂ.183.7ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.55460.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.2865ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3402 અને નીચામાં રૂ.2858ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.374 વધી રૂ.3239ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5356ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5470 અને નીચામાં રૂ.5233ના મથાળે અથડાઈ, રૂ.5391ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.129 ઘટી રૂ.5262 થયો હતો. ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.124 ઘટી રૂ.5267ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ સપ્તાહના અંતે રૂ.32.3 વધી રૂ.380.9ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.32.2 વધી સપ્તાહના અંતે રૂ.380.7 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.935ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.2.9 વધી રૂ.931.8ના સ્તરે પહોંચ્યો હતો. કોટન નવેમ્બર વાયદો સપ્તાહના અંતે ગાંસડીદીઠ રૂ.530 વધી રૂ.25940ના ભાવે બંધ થયો હતો. એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2732ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.65 ઘટી રૂ.2689 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.120205.70 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.64359.79 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.9182.40 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1219.93 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.184.69 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2418.75 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.86.85 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.7610.38 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.47763.47 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.11.04 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.2.07 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.3.81 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 13489 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39827 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10068 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 157198 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 14434 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19651 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 23664 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 50947 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 681 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12570 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18298 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 28538 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 28747 પોઇન્ટના સ્તર અને નીચામાં 27900 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 98 પોઇન્ટ ઘટી 28440 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

